જાણો ગણપતિ બાપ્પાને ઘરે લાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?


By Bhavesh Chaudhary01, Sep 2024 06:43 PMgujaratijagran.com

ગણેશ ચતુર્થી

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીના પર્વને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ પર્વની  લોકો ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

ભગવાન ગણેશજીનો જન્મ

આ તહેવાર ભગવાન ગણેશજીના જન્મની ઉજવણીના રૂપે મનાવવામાં આવે છે. જેનો તમામ ભક્તો આતુરતાથી રાહ જોવે છે.

સુખ અને શાંતિની પ્રાપ્તિ

આ દિવસે ભગવાન ગણેશની પુરી શ્રધ્ધા અને નિષ્ઠાથી પૂજા કરવામાં આવે તો સુખ અને શાંતિ મળે છે.

આ બાબતોનું ધ્યાન રાખો

આજે અમે તમને જણાવીશું કે ગણપતિ બાપ્પાને ઘરે લાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો ચાલો જાણીએ.

સાફ સફાઈ

ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવતા પહેલા ઘરની સાફ સફાઈ કરવી ખુબ જ જરૂરી છે અને મૂર્તિ માટીની હોવી જરૂરી છે.

સ્વચ્છ કપડા

ગણેશ ભગવાનની મૂર્તિ લાવીને તેને સ્વચ્છ કપડાથી ઢાંકવી જરૂરી છે અને સાથે પૂજા સ્થળ પર પાણીનો કળશ સ્થાપિત કરવો જોઈએ.

માંસાહારી ખોરાકથી દૂર રહેવું

ભગવાન ગણેશની સ્થાપના કર્યા બાદ ઘરમાં માંસાહારી ખોરાક લાવવો ખુબ અશુભ માનવામાં આવે છે.  

લસણ ખાવાનું ટાળો

ગણપતિની સ્થાપના કરતી સમયે વિધિ અને શુભ મૂર્હતનું પાલન કરવું જોઈએ. મૂર્તિની સ્થાપના કર્યા બાદ માંસાહારી, ડુંગળી અને લસણ ખાવાનું ટાળવું જોઈએ.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો લોકો પગમાં કાળો દોરો કેમ બાંધે છે?