હાઈ બ્લડ પ્રેશરને હાઈપરટેન્શન પણ કહેવામાં આવે છે. શરીરમાં હાઈ બીપીની શરૂઆતમાં કેટલાક લક્ષણો જોવા મળે છે.
હૃદય અને બ્લડ પ્રેશરને કારણે છાતીમાં તીવ્ર દુખાવો થઈ શકે છે. જેથી તમને હૃદયના ધબકારા વધવાની અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે સમસ્યા થઈ શકે છે.
વારંવાર પેશાબ કરવો એ પણ હાઈ બ્લડ પ્રેશરનું પ્રારંભિક લક્ષણ માનવામાં આવે છે.
હાઈ બ્લડ પ્રેશરની શરૂઆત થાય ત્યારે તમારી આંખો લાલ થવા લાગે છે.
હાઈ બ્લડ પ્રેશરને કારણે તમને ગંભીર માથાનો દુખાવો થઈ શકે છે.
શરીરમાં હાઈ બ્લડ પ્રેશરને કારણે આંખો પર ગંભીર અસર થાય છે. આ દરમિયાન દર્દીને ઝાંખુ દેખાવાની સમસ્યા થવા લાગે છે.
હાઈ બ્લડ પ્રેશરમાં વ્યક્તિને ઉલટી અને ઉબકાની સમસ્યા પણ થઈ શકે છે.
જો શરીરમાં આવી કોઈ સમસ્યા થવા લાગે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.