રોજ સવારે મગની દાળનું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?


By Vanraj Dabhi13, Mar 2025 10:00 AMgujaratijagran.com

મગની દાળનું પાણી

મગનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, શું તમે જાણો લો મગનું પાણી પીવાથી શું થાય છે.

પોષક તત્ત્વો

મગની દાળના પાણીમાં વિટામિન એ, સી, કે, બી-કોમ્પ્લેક્સ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટ હોય છે.

સ્વાસ્થ્ય પર અસર

દરરોજ સવારે મગની દાળનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ચાલો જાણીએ.

સ્નાયુઓને મજબૂત બનાવે છે

મગની દાળના પાણીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે.

પાચન સુધારે છે

મગની દાળ હલકી છે. તેનું સેવન કરવાથી કબજિયાત, ગેસ અને અન્ય પાચન સમસ્યાઓ દૂર થઈ શકે છે.

વજન ઘટાડે છે

મગની દાળના પાણીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ ઓછી કરે છે.

ઉર્જા બૂસ્ટર

મગની દાળનું પાણી શરીરને ઉર્જાવાન રાખે છે. તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ અને ખનિજો શરીરને લાંબા સમય સુધી એનર્જી આપે છે.

હૃદય આરોગ્ય

મગની દાળના પાણીમાં ચરબી ઓછી હોય છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Weight Loss: સાબુદાણા કે દાળની ખીચડી, વજન ઘટાડવા માટે શું ખાવું?