કેસર શરીર માટે ખૂબજ લાભદાયી છે. કેસરનો ઉપયોગ દૂધની સાથે અને મીઠાઈઓમાં પણ કરવામાં આવે છે. ઠંડીમાં કેસરનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે. ચલો કેસરથી થતા ફાયદા પર એક નજર કરીએ.
રોજ 20 મિલિગ્રામ કેસર ખાવાથી તણાવ દૂર થઇ શકે છે. સાથે નિયમિત રીતે તેનું સેવન કરવાથી ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ દૂર રહે છે. કેસર ડિપ્રેશનની દવાઓથી થતા નુકસાનને પણ ઓછી કરે છે.
કેસરને ખાવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. કેસરનું સેવન કરવાથી શુગરનું સ્તર નીચું રહે છે. આ ઉપરાંત કેસર શરીરમાં ઈન્સુલિનની માત્રાને પણ વધારે છે.
શરીર સાથે ચામડી માટે પણ કેસર ખૂબ જ ફાયદાકારક છે. તેને રોજ ખાવાથી ચામડી સબંધિત સમસ્યાઓ દૂર રહે છે. કેસર વધતી ઉંમર સાથે ચામડીમાં આવતા ફેરફારોને ઓછા કરવામાં મદદરૂપ થાય છે.
કેસર હૃદય સાથે સંબંધિત ઘણી સમસ્યાઓને ઓછી કરી નાખે છે. તેમાં રહેલા એંટીઓક્સીડેન્ટ ગુણ કેલોસ્ટ્રોલને ઓછું કરે છે, જેનાથી હૃદય સ્વસ્થ રહે છે.
કેસર શરીરનું વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. રોજ ખાવામાં કેસર સામેલ કરવાથી શરીરની ચરબી અને ફેટ ઓછું કરવામાં મદદ મળે છે.