મેન્ટલ હેલ્થ સાથે સંકળાયેલી સમસ્યાથી બચવા માટે દવા ઉપરાંત લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા સિવાય આપણા સ્વજનોની મદદ પણ લઈ શકાય છે.
એવામાં ચાલો જાણીએ, તમે તમારી મેન્ટલ હેલ્થને સુધારવા માટે ડેઈલી રૂટીનમાં કઈ આદતોને સામેલ કરી શકો છો.
ડેઈલી એક્સરસાઈઝ કરવાથી આપણી માત્ર ફિજીકલ હેલ્થ જ સારી નથી રહેતી, પરંતુ આપણે મેન્ટલી પણ ફિટ રહીએ છીએ.
આ ઉપરાંત તમને તણાવ, ચિંતા અને એંગ્ઝાઈટી ઓછી કરવામાં પણ મદદ મળે છે. દરરોજ ઓછામાં ઓછી 15-20 મિનિટ સુધી એક્સરસાઈઝ કરો.
તમારે માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે ઓછામાં ઓછા 6 થી 8 કલાક સુધી ગાઢ ઊંઘ લેવી જ જોઈએ.
તમારી ડાયટમાં એક હેલ્ધી ફૂડ અચૂક સામેલ કરો. આ માટે તમે ફળ, શાકભાજી, આખુ અનાજ અને પ્રોટીનનું સેવન કરી શકો છો.
જો તમે તણાવ અનુભવતા હોવ, તો તેને ઓછો કરવા માટે મેડિટેશનની મદદ પણ લઈ શકો છો.
જો તમને લાગે કે, હવે તમે વધારે તણાવ સહન કરી શકો તેમ નથી, તો થોડા દિવસ માટે કોઈ હિલ સ્ટેશન ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.