જડબાનું કેન્સર એક જીવલેણ બીમારી છે, જેમાં જડબાની કોશિકા અસામાન્યરૂપે વધે છે. જે વ્યક્તિની ખાવા, બોલવા અને ચહેરાની અન્ય ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. તો ચાલો આ વિશે જાણીતા ઑનકૉલૉજિસ્ટ ડૉ. અરુણ સિંહ પાસેથી જડબાના કેન્સરના શરૂઆતના લક્ષણો વિશે જાણીએ...
તમાકું ચાવવું, આલ્કોહોલ, મોંઢાની વ્યવસ્થિત સાફ-સફાઈ ના કરવી, HPV વાઈરસ કે ફેમિલી હિસ્ટ્રી જડબાના કેન્સરનું મુખ્ય કારણ હોઈ શકે છે. એવામાં સાવધાની અને તાત્કાલિક તપાસ આવશ્યક બની જાય છે.
સતત જડબામાં દુ:ખાવો, ગાંઠ, સોજો રહેવો, ચાવવામાં સમસ્યા આ તમામ જડબાના કેન્સરના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. એવામાં આવા સંકેતને સાધારણ સમજવાની ક્યારેય ભૂલ ના કરવી જોઈએ.
ઓરલ હાઈજીન છતાં મોંઢામાંથી સતત દુર્ગંધ આવતી હોય, તો તે ટ્યૂમરનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણ ઈન્ફેક્શન કે ટિસ્યૂ ડેમેજનું પરિણામ હોઈ શકે છે.
બોલવામાં તકલીફ થવી, બોલતી વખતે શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ ના થાય અને અચાનક અવાજમાં ફરક પણ જડબાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.જે જડબાની નસો અને માંસપેશિઓને અસર કરે છે.
જડબું બદલાવાના કારણે ચહેરાનો શેપ પણ બદલાઈ શકે છે. ચહેરના હાવભાવમાં અચાનક ફેરફાર થાય, સોજો અને ગાંઠ જેવું દેખાય, તો તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ.
બાયોપ્સી, MRI અને સિટી સ્કેનથી પણ કેન્સરની પુષ્ટિ થઈ શકે છે. આથી જેમ બને તેમ જલ્દી આ રોગને ઓળખીને તેની સમયસર સારવાર શરૂ કરી દેવાથી જીવ બચવાના ચાન્સ વધી જાય છે.
સર્જરી, રેડિએશન, કીમોથેરાપી, ટાર્ગેટ થેરાપી અને ઈમ્યુનોથેરાપી કેન્સરના સ્ટેજ પ્રમાણે સારવારની પદ્ધતિ નકકી કરવામાં આવે છે. જો તમને પણ જડબામાં સામાન્ય દુખાવો, ગાંઠ જેવું દેખાય, તો સમયસર તપાસ કરીને સારવાર શરૂ કરી દેવી જોઈએ.