Cancer Sign: શરીરમાં કેન્સરનું પ્રથમ લક્ષણ ક્યું છે?


By Sanket M Parekh05, Apr 2025 04:11 PMgujaratijagran.com

જીવલેણ બીમારી

કેન્સર એક જીવલેણ બીમારી છે, પરંતુ જો તેને સમયસર ઓળખી લેવામાં આવે તો તેને વધતું રોકી શકાય છે. આ વિશે કેન્સર એક્સપર્ટ ડૉ. સુદીપ પાસેથી જાણીએ કે, કેન્સરના શરૂઆતના લક્ષણો ક્યા છે, જેથી તેની સમયસર સારવાર થઈ શકે..

અચાનક વજન ઉતરવું

જો કોઈ કારણ વિના તમારું વજન અચાનક ઓછું થવા લાગે, તો તે કેન્સરનો સંકેત હોઈ શકે છે. જો તમારું વજન સતત ઘટી રહ્યું હોય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.

શરીરમાં ગાંઠ બનવી

જો શરીરના કોઈ ભાગમાં ગાંઠ થઈ રહી હોય અને ધીમે-ધીમે વધવા લાગે, તો તેને નજરઅંદાજ ના કરશો. આ કેન્સરની શરૂઆતનો સંકેત હોઈ શકે છે.

ઉધરસ સાથે લોહી પડવું

લાંબા સમય સુધી ઉધરસ રહેવી અને ખાંસતી વખતે લોહી પડતું હોય, તો તે ફેફસાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આથી તાત્કાલિક તબીબ પાસે તપાસ કરાવવી જોઈએ.

પેશાબમાં લોહી પડવું

જો પેશાબમાં તીવ્ર દુખાવો રહેતો હોય અને લોહી દેખાય, તો તે બ્લેડર કે કિડનીનું કેન્સર હોઈ શકે છે. જેને ઈગ્નોર કરવાની ભૂલ ના કરશો અને તાત્કાલિક તપાસ કરવી જોઈએ.

શ્વાસ લેવામાં સમસ્યા

સતત શ્વાસ ચડતો હોય અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હોય, ખાસ કરીને સ્મોકિંગ કરનારા લોકો માટે તે ખતરાનો સંકેત હોઈ શકે છે. જે ફેફસાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

પાચન તંત્રની સમસ્યા

લાંબા સમય સુધી અપચો, પેટમાં દુખાવો કે મળ ત્યાગ કરવામાં સમસ્યા થઈ રહી હોય, તો તે પાચન તંત્ર સાથે સંકળાયેલા કેન્સરનો સંકેત હોઈ શકે છે. એવામાં તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જોઈએ.

કેન્સરથી બચવાના ઉપાય

કેન્સરથી બચવા માટે તમાકું, આલ્કોહોલ અને અનહેલ્ધી ડાયટથી બચો. લીલા શાકભાજી અને ફળ ખાવાનું રાખવું જોઈએ. આ ઉપરાંત નિયમિત એક્સરસાઈઝ કરો અને એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવો.

Sirsasana Benefits: દરરોજ શીર્ષાસન કરવાથી શું થાય?