આપણે બધા છાશનું સેવન કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે છાશનો ઉપયોગ વાળ ધોવા માટે પણ કરી શકાય છે? ચાલો જાણીએ છાશથી વાળ ધોવાના શું ફાયદા છે.
વાળના મૂળ મજબૂત બને છે અને વાળ ખરતા ઓછા થાય છે. છાશમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આનાથી વાળ ખરવાનું ઓછું થઈ શકે છે.
છાશમાં પુષ્કળ લેક્ટિક એસિડ પણ હોય છે, જે ખોપરી ઉપરની ચામડી (સ્કૅલ્પ)ને સાફ કરવામાં મદદરૂપ થાય છે. આનાથી ખોપરી ઉપરની ચામડીમાં થતી ખંજવાળની સમસ્યા ઓછી થાય છે.
ખાસ કરીને ચોમાસાના દિવસોમાં વાળને ભેજ અને પોષણ આપવા માટે તમે છાશનો ઉપયોગ કરી શકો છો. છાશથી વાળ ધોવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે.
છાશમાં ખનિજો (મિનરલ્સ)ની સાથે વિટામિન્સ પણ હોય છે, જે આપણા વાળને જરૂરી પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. આનાથી આપણા વાળ સ્વસ્થ બને છે.
સફેદ વાળની સમસ્યા માટે પણ તમે છાશનો ઉપયોગ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે તે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે.
છાશમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો પણ હોય છે. આ ગુણધર્મો સ્કૅલ્પ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે અને બળતરા ઓછી કરે છે.
છાશથી વાળ ધોવા માટે સૌ પ્રથમ છાશને સારી રીતે હલાવી લો. ત્યારબાદ તેને ખોપરી ઉપરની ચામડી અને વાળ પર લગાવો. થોડીવાર માટે તેને વાળમાં એમ જ રહેવા દો અને પછી વાળ ધોઈ લો.