આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી, ખરાબ ખાણી-પીણીની આદતો અને બેઠાડા જીવનના કારણે વજન વધવું મોટી સમસ્યા બની ગઈ છે. જો કે કેટલાક લોકોનું વજન એકાએક વધવા જ માંડે છે, તો આજે આપણે તેની પાછળના કારણો વિશે વિગતવાર જાણીશું...
જો તમે ફિઝિકલ એક્ટિવિટી અને ખાણી-પીણીમાં કોઈ પણ ફેરફાર ના કર્યો હોય, તો અચાનક વજન વધવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. તો ચાલો ડાયેટિશિયન ગીંતાંજલી સિંહ પાસેથી જાણીએ..અચાનક મોટાપાનું કારણ શું હોઈ શકે...
વૉટર રિટેન્શનના કારણે શરીરમાં પાણી ભરાઈ જાય છે અને અચાનક વજન વધવા માંડે છે. આવી સ્થિતિમાં તમારા શરીરના ટિશ્યૂમાં એક્સ્ટ્રા લિક્વિડ જમા થવા લાગે છે. જેના કારણે થોડા સમય માટે તમારું વજન અચાનક વધી જાય છે
જો તમે વધારે પડતા મીઠાનું સેવન કરતાં હશો, તો તમારા શરીરમાં વોટર રિટેન્શનની સમસ્યા થઈ શકે છે. હકીકતમાં તમારું શરીર મીઠાના પ્રમાણને બેલેન્સ કરવા માટે પાણી જાળવી રાખે છે. જેના કારણે તમારું વજન એકાએક વધી જાય છે.
જો તમે હાઈ કાર્બોહાઈડ્રેટેડ ફૂડ્સનું સેવન કરો છો, તો શરીરમાં મસલ્સ અને લિવરમાં ગ્લાઈકોઝન જમા થઈ જાય છે. જે શરીરમાં પાણીને જાળવી રાખે છે. જેનાથી અસ્થાયી રીતે વજન વધવા માંડે છે.
પીરિયડ સાઈકલ અથવા મોનોપૉઝ દરમિયાન મહિલાઓના શરીરમાં હોર્મોનલ ફેરફાર થતા હોય છે. જેનાથી વોટર રિટેન્શન સહિત અન્ય કારણોસર વજનમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.
સ્ટ્રેસ વધવાના કારણે પણ તમારા શરીરમાં હોર્મોનલ ફેરફાર થઈ શકે છે. જેમ કે કોર્ટિસોલનું લેવલ વધી શકે છે. જેના કારણે શરીરમાં વધારે પ્રમાણમાં પાણી જમા થાય છે. એવામાં તમારું વજન વધી શકે છે.