જો તમે પણ થયાં છો તણાવનો શિકાર, અપનાવો આ ઉપાય


By Hariom Sharma13, Nov 2023 08:46 AMgujaratijagran.com

તણાવ

આજના વ્યસ્ત જીવનમાં લોકો કામના ભારણના કારણે પોતાના માટે સમય નીકાળી શકતા નથી. પરિણામે લોકો તણાવનો સામનો કરી રહ્યા છે. ચલો જાણીએ કે તણાવથી બચવાં માટે કયાં ઉપયો અપનાવવા જોઈએ.

તણાવનો શિકાર

શરીરને સ્વસ્થ રાખવા માટે તણાવથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે તણાવનો શિકાર બનતા મગજ પર તેની નકારાત્મક અસર જોવા મળતી હોય છે.

બીમારીઓનું જોખમ

તણાવ વધવાથી ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધી જતું હોય છે. તેનાથી ડિપ્રેશન અને હાર્ટ અટૈક જેવી સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે.

કસરત કરવી

શરીરને સ્વસ્થ રાખવા અને તણાવથી દૂર રહેવા માટે કસરત કરવી જરૂરી છે. દરરોજ કસરત કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે.

You may also like

50ની વય બાદ નહીં લટકતી રહે સ્કિન, બસ અજમાવો આ ઉપાય

પ્રદૂષણ દરમિયાન મોર્નિંગ વોક કરવું સારું કે ખરાબ? ચાલો જાણીએ

ગીતો સાંભળવા

જો તમે તણાવનો સામનો કરી રહ્યા છો તો તમારા મનપસંદ ગીતો સાંભળી શકો છો. તેનાથી તમારું મન શાંત રહેશે અને તણાવ પણ દૂર રહેશે.

મિત્રો સાથે વાત કરવી

એકલું રહેવાથી તણાવનું જોખમ અનેકગણું વધી જાય છે. આ સ્થિતિથી બચવાં માટે તમે મિત્રો સાથેસતત વાત કરી શકો છો. આ માટે તમે તમારી આસપાસના લોકોને સારા મિત્રો બનાવો.

નાસ લો

તણાવની સમસ્યાથી બચવાં માટે ગરમ પાણી કરીને નાસ લેવો પણ હિતાવહ છે. તમે ગરમ પાણીમાં આરોમા ઓઇલ નાખીને તેની વરાળ લઇ શકો છો.

એક્ટિવ રહો

હંમેશા પોતાના શરીરને કસરત કરીને એક્ટિવ રાખવું જરૂરી છે. આવુ કરવાથી મગજ ફ્રેશ રહે છે અને તણાવની સમસ્યા પણ દૂર રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

નાસ્તામાં ફળગાવેલ કઠોળ ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે