અમેરિકાની કંપની Westinghouse એ ભારતમાં સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. બે સીરિઝના મોડલ સીરિઝ Pi અને સીરિઝ Quantum ને લોન્ચ કર્યા છે.
Pi શ્રેણીમાં, કંપનીએ HD સપોર્ટ સાથે 24 ઈંચનું સ્માર્ટ ટીવી અને 40 ઈંચનું ટીવી ફુલએચડી સપોર્ટ સાથે લોન્ચ કર્યું છે. જ્યારે Quantum શ્રેણીમાં, બ્રાન્ડે 55 ઇંચના કદમાં 4K અલ્ટ્રા HD ટીવી લોન્ચ કર્યું છ
Westinghouse Pi સીરિઝ માં 24 ઈંચના 6,999 અને 40 ઈંચનો ભાવ 13,499 રૂપિયા છે. Westinghouse Quantumના 55 ઈંચના 29,999 રૂપિયા છે. તેને એમેઝોન પરથી ખરીદી શકાશે.
કંપનીના સ્માર્ટ ટીવીની બંને શ્રેણીમાં Linux OS આપવામાં આવ્યું છે. Pi શ્રેણીમાં 512MB રેમ અને 4GB સ્ટોરેજ છે. કનેક્ટિવિટી માટે બંને મોડલમાં USB પોર્ટ આપવામાં આવ્યા છે.
સાઉન્ડ આઉટપુટ માટે, Pi ના 24-ઇંચ મોડલમાં 20W સ્પીકર્સ ઉપલબ્ધ છે જ્યારે 40-ઇંચના ટીવીમાં 30W સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ટીવીમાં કોએક્સિયલ ટેક્નોલોજી આધારિત ડિજિટલ ઓડિયો આઉટપુટ આપવામાં આવ્યું છે. આમાં 3
Westinghouse TV Quantum 55 ઇંચ મોડલની વાત કરીએ તો ટીવીમાં 4K રિઝોલ્યુશન ડિસ્પ્લે છે જે IPS પેનલ છે. તેનું રિઝોલ્યુશન 3840 x 2160 પિક્સલ છે.
ટીવીમાં ડિજિટલ નોઈઝ ફિલ્ટર ફીચર પણ આપવામાં આવ્યું છે. ટીવીમાં 2 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ છે. તેમાં 3 HDMI પોર્ટ અને 2 USB પોર્ટ છે. કંપનીએ તેમને આક્રમક કિંમતો પર લોન્ચ કર્યા છે.