Welcome 3માં જલવો વિખેરશે બૉલિવૂડની આ હૉટ હસીનાઓ


By Sanket M Parekh12, Sep 2023 04:17 PMgujaratijagran.com

વેલકમ-3

અક્ષયકુમારની કૉમેડી સિરીઝ ફિલ્મ વેલકમ 3નું એનાઉન્સમેન્ટ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

રિલીઝ ડેટ

વેલકમ-3ની રિલીઝ ડેટ પણ સામે આવી ચૂકી છે. આ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2024માં ક્રિસમસના અવસરે 20 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

ટીઝર

આ ફિલ્મનું ટીઝર અક્ષયકુમારના જન્મદિને રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં મોટી સ્ટાર કાસ્ટ જોવા મળી રહી અને કૉમેડીનો તડકો પણ લગાવવામાં આવ્યો છે.

દિશા પટની

આ ફિલ્મમાં બૉલિવૂડની ઉમદા અને સૌથી હૉટ એક્ટ્રેસ દિશા પટની પણ ધમાલ મચાવવાની છે.

જેકલિન ફર્નાન્ડિઝ

આ ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડિઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એક્ટ્રેસની હૉટનેસ પર દરેક જણ ફિદા થઈ રહ્યાં છે.

રવિના ટંડન

90ના દાયકાની ઉમદા અભિનેત્રી રવિના ટંડન પણ અક્ષયકુમારની ફિલ્મ વેલકમ-3માં જોવા મળવાની છે.

લારા દત્તા

આ લિસ્ટમાં લારા દત્તાનું નામ પણ સામેલ છે. વેલકમ-3માં લારા દત્તા પણ પોતાના હુસ્નનો જલવો વિખેરતી જોવા મળશે.

તહેવારોની સિઝનમાં શિવાંગી જોશીના વાઇબ્રન્ટ લહેંગા ટ્રાય કરો