વજન વધવાથી હાર્ટ એટેક સહિત અનેક સમસ્યા વધી જાય છે. એવામાં કેટલાક ડ્રિન્ક પીવાથી પેટનું મેટાબૉલિજ્મ દુરસ્ત થાય છે. આ સાથે જ આ ડ્રિન્ક પીવાથી શરીરને એનર્જી મળે છે. ડ્રિન્ક્સ વિશે જાણો એક્સપર્ટ સુગીતા મુટરેજા પાસેથી
વજન ઘટાડવા માટે જીરાના પાણીનું સેવન કરો. જીરુ મેટાબૉલિજ્મને સુધારવામાં મદદ કરે છે. જેનાથી વજન ઝડપથી ઘટે છે. જેનાથી ડાઈઝેશન સિસ્ટમ સુધરે છે. આથી દરરોજ સવારે ઉઠીને ખાલી પેટ જીરાનું પાણી પીવો.
ધાણાના બીજમાં અનેક ઔષધીય ગુણ મળી આવે છે. જેને પીવાથી પાચન તંત્ર મજબૂત બને છે. આ સાથે જ તે શરીરમાં જામેલ ગંદકીને નિકાળીને ફેટને બર્ન કરે છે.
કરી પત્તા એટલે કે મીઠા લીમડા સાથે ધાણાને મિક્સ કરીને તેનું પાણી પીવાથી પણ વજન ઝડપથી ઘટે છે. આ પાણી શરીરને ડિટોક્સ કરે છે. જેનાથી એક્સ્ટ્રા ચરબી ઝડપથી નીકળી જાય છે.
આમળાનું જ્યૂસ વજન ઘટાડવામાં મદદકરે છે. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં આમળાનો જ્યૂસ મિક્સ કરીને પીવો. જેનાથી બૉડી ડિટોક્સ થશે. આ સાથે જ શરીરની એક્સ્ટ્ર ચરબી પણ ખતમ થઈ જશે.
વજનને ઘટાડવા માટે તમારે લો કેલેરી ડાયટ લેવી જોઈએ. આ તમામ ડ્રિન્ક્સ તમને હાઈ કેલેરી લેવાથી રોકે છે અને વજન ધીમે-ધીમે ઓછું કરે છે.