વાયુ પ્રદૂષણથી તમારી આંખોને બચાવા માટે આ ટિપ્સ અનુસરો


By Vanraj Dabhi06, Nov 2023 10:26 AMgujaratijagran.com

હવા બની પ્રદુષિત

દિલ્હી અને અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેથી પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અથવા પાણી આવે છે. આ તકે આજે અમે તમને તમારી આંખોને પ્રદૂષણથી બચાવવા માટે કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.

આંખો સાફ કરો

જો તમે ઓફિસ કે કોઈ કામ માટે બહાર જાવ છો તો ઘરે આવતા જ પહેલા ઠંડા પાણીથી તમારી આંખો સાફ કરો. તેનાથી આંખોમાં જમા થયેલી ધૂળ નીકળી જશે.

ધૂળથી દૂર રહો

ઘણી વખત ધૂળ અને ગંદકીના કારણે આંખોમાં પાણી આવવા લાગે છે અથવા બળવા લાગે છે. આવી સ્થિતિમાં બહાર જતી વખતે ચશ્મા પહેરો.

ગંદા હાથ વડે સ્પર્શ ન કરો

ઘરની બહાર જતી વખતે અથવા મુસાફરી દરમિયાન વારંવાર તમારી આંખોને સ્પર્શ કરશો નહીં. આમ કરવાથી હાથ પર એકઠા થયેલા કીટાણુઓ અને ધૂળ આંખોને નુકસાન પહોંચાડે છે.

આંખો ખંજવાળશો નહીં

જો મુસાફરી કરતી વખતે તમારી આંખોમાં ખંજવાળ અથવા બળતરા હોય તો તેને તમારા હાથથી ઘસશો નહીં. આમ કરવાથી આ સમસ્યા વધુ વધી શકે છે.

સ્ક્રીન પર ઓછો સમય આપો

વધુ પડતા પ્રદૂષણ દરમિયાન લેપટોપ કે ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઉપરાંત આંખોને આરામ આપવો જોઈએ. આનાથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે.

આંખના ટીપાંનો ઉપયોગ

વધુ પડતા પ્રદૂષણમાં રહેવાને કારણે આંખો શુષ્ક થવા લાગે છે. આ તકે ડોકટરની સલાહ મુજબ આઇ ડ્રોપ્સનો ઉપયોગ કરો. તેનાથી આંખોની શુષ્કતા ઓછી થશે.

આરોગ્યપ્રદ આહાર લો

તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે સારો આહાર લેવો જરૂરી છે. તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, અખરોટ, ગાજર વગેરેનો સમાવેશ કરી શકો છો.

વાંચતા રહો

આ રીતે તમે તમારી આંખોને પ્રદૂષણથી બચાવી શકો છો સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

માત્ર 10 મિનિટમાં હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે આ પ્રાણાયામ કરો