ગરમીમાં એસી કે કુલર વિના ઘરને આ રીતે રાખો ઠંડુ, ફૉલો કરો આ નેચરલ ટિપ્સ
By Sanket M Parekh
2023-05-26, 17:29 IST
gujaratijagran.com
છોડ વાવો
ઘરમાં શક્ય હોય, તો ફૂલ-ઝાડ લગાવવા જોઈએ. ઘરની બારીઓની નજીક ખાસ કરીને છોડ વાવવા જોઈએ, જેથી રૂમમાં ઠંડી હવા આવે અને તે ઠંડો રહી શકે છે.
રાતે બારીઓ ખુલ્લી રાખો
રૂમની બારીઓને આખી રાત ખુલ્લી રાખી દો. જેથી ઘરમાં ઠંડક આવશે. આ એક ઉમદા ઉપાય છે.
કિચન ફેન
ખાવાનું બનાવતા સમયે કિચન ફેન ઑન રાખો. જેથી ખાવાનું બનાવતા સમયે ગરમી બહાર નીકળી જશે અને ઘર ગરમ નહીં થાય.
ધાબા પર બગીચો બનાવો
ઘરને ઠંડા રાખવા માટે તમે તમારા ધાબા પર બગીચો બનાવી શકો છો. આ માટે ઘરની છત પર કેટલાક છોડ વાવવા જોઈએ.
વાંસની ચટ્ટાઈ
વાંસની ચટ્ટાઈને બારી પર લગાવવાથી ઘરમાં કુદરતી ઠંડક આવે છે. જેને થોડી વાર પાણીમાં પલાળીને રાખો. જેથી તમારું ઘર ઠંડુ રહેશે.
ટેરાકોટા ટાઈલ્સ
ઘરમાં ટેરાકોટા ટાઈલ્સ લગાવો. જેથી ઘરમાં ઠંડક બની રહેશે.
વિન્ડો પ્લાન્ટ્સ
બારીની નજીક જ્યાંથી ઘરમાં હવા આવતી હોય, ત્યાં તુલસી, લેમનગ્રાસ અને કરી પત્તા જેવા છોડ લગાવી શકો છો.
ગરમીમાં કેળાને અનેક દિવસ સુધી ફ્રેશ રાખશે આ ઘરગથ્થુ ઉપાય, એકવાર ટ્રાય કરી જુઓ
Explore More