દરરોજ સવારે 20 મિનિટ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આ 8 સમસ્યાઓ દૂર થાય છે


By Vanraj Dabhi05, Oct 2023 04:18 PMgujaratijagran.com

ઘાસ પર ચાલવું

વહેલી સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવું એ નેચરોપેથિની એક ટેકનિક છે, જે વ્યક્તિને પ્રકૃતિ સાથે જોડે છે.

ફાયદા

રોજ સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી શરીરને આ ફાયદા મળે છે.

ઇમ્યુનિટી

સવારે ઝાકળથી ભીંજાયેલ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

તણાવ

લીલા ઘાસમાં ચાલવાથી મન શાંત થાય છે અને શરીરને આરામ મળે છે, જેનાથી તણાવ દૂર થાય છે.

બ્લડ પ્રેશર

રોજ સવારે લીલા ઘાસ પર ચાલવાથી હૃદયના ધબકારા નોરમલ રહે છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

આંખોની રોશની

રોજ લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની પણ સુધરે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓને દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

ઊંઘ

દરરોજ સવારે અડધો કલાક ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી રાત્રે આરામદાયક ઊંઘ આવે છે.

પગની કસરતો

સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી પગ, તળિયા અને ઘૂંટણના સ્નાયુઓને આરામ મળે છે.

નિષ્ણાતની સલાહ લો

અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે, કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થશે, ઘરે આ ક્રીમ બનાવો