Instant Chole Recipe: હવે રાતે પલાળ્યા વિના પણ બનાવો ટેસ્ટી છોલે


By Sanket M Parekh06, Feb 2025 03:58 PMgujaratijagran.com

છોલે-ભટૂરે

છોલે-ભટૂરે ભાત અથવા પુરી સાથે ખાઈએ તો ટેસડો પડી જાય. જો કે અચાનક છોલે ખાવાનું મન થઈ જાય તો, તેને પલાળ્યા વિના કેવી રીતે બનાવવા? આ પ્રશ્નની ચિંતા છોડો..આમે અમે આપને જણાવીશું કે, પલાળ્યા વિના છોલે કેવી રીતે બનાવાય..

સામગ્રી

1 કપ- પલાળેલા ચણા, 2 ડુંગણી ઝીણી સમારેલી, 2 ટામેટા કાપેલા, 3-4 લીલા મરચા સમારેલા, 1 ચમચી કોથમીર ઝીણી સમારેલી, અડધી ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી હળદર, 1 ચમચી જીરું, મીઠું સ્વાસ પ્રમાણે

સ્ટેપ 1

જો તમે છોલેને રાતે પાણીમાં પલાળવાનું ભૂલી ગયા હોવ તો તરત જ ગરમ ઉકળતા પાણીમાં છોલને નાંખીને અડધા કલાક માટે છોડી દો

સ્ટેપ 2

ત્યાં સુધીમાં તમે ડુંગળી, ટામેટા અને કોથમિર સમારીને રાખી દો. હવે એક કુકરમાં છોલેની સાથે થોડું મીઠું અને સોડા નાંખીને 4-5 સિટી વાગવા દો

સ્ટેપ 3

આમ કરવાથી છોલે પાકી જશે. હવે તમે તેને કડાઈમાં બનાવી શકો છો. જો કે અહીં એક વાતનું ધ્યાન રાખશો, જો છોલે બરાબર પાક્યા ના હોય, તો ફરીથી પાછા તેને કુકરમાં જ બનાવો.

સ્ટેપ 4

કુકરમાં તેલ નાંખો અને પછી વગાર કરીને ડુંગળી, લીલા મરચાને સાંતળી લો. ડુંગળી શેકાઈ જાય તે પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ મિક્સ કરો.

સ્ટેપ 5

હવે તેમાં ટામેટા નાખો અને તેમાં મીઠું, હળદર ઉપરાંત જરુરિયાત મુજબના મસાલા મિક્સ કરો. થોડીવાર મસાલાને બરાબર મિક્સ થવા દીધા બાદ તેમાં છોલે નાંખો અને મિક્સ થવા દો.

સ્ટેપ 6

હવે તેમાં જરૂરિયા પ્રમાણે પાણી ઉમેરો અને આ સાથે જ કોથમીર મિક્સ કરીને 3-4 સિટી વાગવા દો. જેથી છોલે સૉફ્ટ થઈને ખાવા લાયક તૈયાર થઈ જશે.

સફળ લોકોની સવારની 7 આદતો, જાણો