Vitamin D Deficiency: વૃદ્ધાવસ્થામાં પણ શરીરમાં વિટામિન Dની ઉણપ નહીં વર્તાય


By Sanket M Parekh01, Mar 2025 03:57 PMgujaratijagran.com

વિટામિન Dની ઉણપ

જો વધતી જતી વય વચ્ચે શરીરમાં વિટામિન Dની ઉણપ વર્તાય તો ગભરાવવાની જરૂર નથી. તમે કેટલીક વસ્તુઓને તમારી ડાયટમાં સામેલ કરીને પણ શરીરમાંથી વિટામિન Dની ઉણપને દૂર કરી શકો છો.

માછલી

શરીરમાં વિટામિન Dની ઉણપ દૂર કરવા માટે તમે ફેટી ફિશ જેમ કે સેલ્મન, મેકેરલ અને ટ્રાઉટ ખાઈ શકો છો. જે વિટામિન Dનો સારો સોર્સ મનાય છે.

મશરૂમ

મશરૂમ પણ વિટામિન Dનો સારો સોર્સ મનાય છે. જો તમે મશરૂમ ખાશો તો તેનાથી પણ પણ તમને વધતી વયે વિટામિન Dની ઉણપ નહીં વર્તાય.

ફૉર્ટિફાઈડ ફૂડ્સ

દૂધ, મોસંબીનું જ્યૂસ, સેરેલ્સ અને પ્લાન્ટ બેસ્ડ મિલ્ક જેવું કે બદામ અથવા સોયા દૂધમાં વિટામિન D સારા એવા પ્રમાણમાં મળી આવે છે.

ઈંડા

ઈંડાની જર્દી (ઈંડાની અદર રહેલો પીળો ભાગ)માં પણ ભરપુર વિટામિન D મળી આવે છે. જો તમને વિટામિન Dની ઉણપ વર્તાય, તો તમારે ઈંડા ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

પનીર

જો તમે તમારી ડાયટમાં પનીરને સામેલ કરો છો, તો તે પણ તમારા શરીરમાં વિટામિન Dની કમી નહીં થવા દે, કારણ કે પનીર પણ વિટામિન Dનો સારો સોર્સ મનાય છે.

ફળ

કિવી, કેળા, પપૈયું અને સંતરા જેવા ફળો વિટામિન Dથી ભરપુર હોય છે. આથી તમે આવા ફળ ખાઈને પણ તમારા શરીરમાં વિટામિન Dની કમીને દૂર કરી શકો છો.

આ 7 વસ્તુઓ ખાધા પછી ન પીવો પાણી, થઈ શકે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ