વિરાટ કોહલીની બહેને ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ શું કહ્યું


By Vanraj Dabhi07, Jun 2025 03:13 PMgujaratijagran.com

વિરાટની બહેન

વિરાટ કોહલીની બહેન અને અનુષ્કા શર્માની ભાભીની દર્લભ તસ્વીરો

ભાવના કોહલી

ભાવના કોહલીએ ભાભી અનુષ્કા શર્મા અને ભાઈ વિરાટ સાથેની તસવીરો તમે જવલ્લે જોઈ હશે.

IPL ટ્રોફી

વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તાજેતરમાં 18 વર્ષ પછી IPLની ટ્રોફી જીતી છે.

જીતની ઉજવણી

વિરાટની બહેન ભાવના કોહલી ઢીંગરાએ ઇસ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે, જેમાં વિરાટની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે.

ભાઈ ભાભીની તસવીરો

તેણીએ એક તસવીરોમાં ભાભી અનુષ્કા શર્મા અને ભાઈ વિરાટ સાથે પોઝ આપતી નજરે પડે છે.

યુઝર્સની કોમેન્ટ

આ તસવીરમાં યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યુ કે, વિરાટ ક્યારેય કોઈ સ્પીચમાં તમારો ઉલ્લેખ કેમ નથી કરતો, તેને તમારી પોસ્ટ કેમ નથી પસંદ, અનુષ્કાને પણ તે પસંદ નથી LOL.

ભાવનાનો રીપ્લે

ભાવના કોહલીએ આનો જવાબ ખૂબ જ સરળતાથી અને યોગ્ય રીતે આવ્યો છે.

શું કહ્યું

તેમણે લખ્યું કે- ભગવાન તમને એ સમજવાની ધીરજ આપે કે પ્રેમ ઘણા સ્વરૂપોમાં હોઈ છે, જે જરૂરી નથી કે દુનિયાને બતાવવા આવે, પરંતુ તે હજુ પણ અસ્તિત્વમાં છે, જેમ કે ભગવાન માટેનો પ્રેમ.

વધુમાં ભાવનાએ લખ્યું

આશા છે કે તમારા જીવનમાં પૂરતો પ્રેમ હશે, કોઈ અસલામતી નહીં હોય, ફક્ત સાચા બંધનો હશે જેને કોઈ માન્યતાની જરૂર નથી. ભગવાન તમને આશીર્વાદ આપે.

સોશિયલ મીડિયા

ભાવના કોહલી વિશે વાત કરીએ તો, તે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ઘણીવાર તેના ભાઈ અને ભાભીની તસવીરો શેર કરતી હોય છે.

છોટુ તારું નોલેજ ઝીરો છે... RJ મહવાશે ફોલોઅર્સે કરેલ કોમેન્ટનો રીપ્લે આપ્યો