ભગવાન ગણેશે વક્રતુંડનો અવતાર મત્સરાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે લીધો હતો.
ભગવાન ગણેશે એકદંત અવતાર લીધો હતો. આ સ્વરૂપમાં ગણપતિએ મદાસુરને પરાજિત કર્યો હતો.
ભગવાન ગણેશનો ત્રીજો અવતાર મહોદર છે. આ અવતારમાં તેમણે મોહાસુર નામના રાક્ષસને પરાજિત કર્યો હતો.
ગણેશ ભગવાનનો ચોથો અવતાર ગજાનંદના રૂપમાં છે. જેમાં તેમણે લોભાસુરના અહંકારનો ભંગ કર્યો હતો.
ગણેશજીનો પાંચમો અવતાર લમ્બોદરના રૂપમાં થયો હતો. જેમાં તેમણે ક્રોધાસૂરને પરાસ્ત કર્યો હતો.
ગણેશજીનો છઠ્ઠો અવતાર વિકટના રૂપમાં થયો હતો. જેમાં તેમણે કામાસૂરને હરાવ્યો હતો. તેમનો સાતમો અવતાર વિધ્નરાજ તરીકે થયો હતો, જેમા તેમણે મમતાસુરના અહંકારને નષ્ટ કર્યો હતો.
ગણેશજીનો આઠમો અવતાર ધૂમ્રવર્ણના રૂપમાં થયો હતો. જેમાં તેમણે અહંતાસુરને હરાવ્યો હતો.