વરસાદી મોસમમાં આ શાકભાજી તમને બિમાર કરી શકે છે


By Jivan Kapuriya07, Jul 2023 12:09 PMgujaratijagran.com

મોનસૂન

મોનસૂન ગરમીથી રાહત આપવાની સાથે સાથે કેટલીક બીમારીઓ પણ સાથે લઈને આવે છે. આવો જાણીએ વરસાદી મોસમમાં તેમને કઈ શાકભાજીનુ સેવન ન કરવું જોઈએ.

ખોરાક અને પાણી

વરસાદના ઋતુમાં ખોરાક અને પાણી અંગે ખાસ ધ્યાન રાખવું જોઈએ, નાના બાળકોથી લઈને વૃદ્ધોએ ખોટું ખાવા-પીવાથી આ મોસમમાં દરેક લોકોની રાગપ્રતિકારકશક્તિ પર અસર કરી શકે છે.

લીલા શાકભાજી

જો કે લીા શાકભાજી સ્વસ્થ રહેવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ વરસાદી ઋતુમાં લીલા શાકભાજીનું સેવન ઓછું કરવું જોઈએ.

ફૂલકોબી

કોબીજ,વટાણા અને ભીંડા જેવી શાકભાજીનું સેવન પણ વરસાદી ઋતુમાં ટાળવું જોઈએ. આવા શાકભાજી વરસાદની મોસમમાં પચવામાં સમય લે છે.

દહી

વરસાદની મોસમમાં દહીનું સેવન કરવાનું પણ ટાળજો, દહી એક દમ ઠંડુ હોય છે. એવામાં તેનું સેવનથી તમને શરદી પણ થઈ શકે છે.

મશરૂમ

વરસાદી મોસમમાં મશરૂમનું સેવન ન કરશો, વરસાદી વાતાવરણમાં મશરૂમમાં બેક્ટેરિયા હોવાની સંભાવના રહે છે. તેથી તેનું સેવન કરવાથી તમારી તબિયત પર ખરાબ અસર કરી શકે છે.

સલાડ

સલાડમાં કાચા શાકભાજીનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ, જો કે સલાડમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પર અસર પડી શકે છે.

શું ખાવું જોઈએ ?

આ ઋતુમમાં લસણ, કાકડી,ટમેટા, મમૂળો, દૂધી, કારેલા, કઠોળ વગેરેનું સેવન કરવું જોઈએ, ખાસ ધ્યાન રાખો કે અને તમે રસોઈને સારી રીતે બનાવો.

લાઈફસ્ટાઈને લગતા તમામ સમાચાર માટે અમારી સાથે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

મૌની રોયની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ