Vastu Tips: પાણીના આ ચમત્કારી ટોટકા ઉઘાડશે નસીબ, દરેક સમસ્યાનો આવશે ઝડપી અંત


By Sanket M Parekh04, Dec 2024 03:59 PMgujaratijagran.com

જરૂરી જળ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જળ ખૂબ જ જરૂરી છે. આથી શાસ્ત્રોમાં જળ સાથે સંકળાયેલા ટોટકા વિશે જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું, જેને અજમાવવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થશે.

શાસ્ત્રોમાં પાણીનું મહત્ત્વ

પાણી માત્ર આપણા શરીર જ નહીં, પરંતુ મનને પણ શુદ્ધ કરવાનું માધ્યમ છે. જે પોઝિટિવ એનર્જીને વધારવામાં મદદ કરે છે.

મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ

મુખ્ય દ્વાર પર ગંગાજળનો છંટકાવ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ નથી પ્રવેશતી. આ સાથે જ ઘરમાં સુખ-શાંતિ જળવાય છે.

સૂર્યને જળ અર્પણ કરો

સવારના સમયે તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જિંદગીમાં ચાલી રહેલી તમામ સમસ્યામાંથી મુક્તિ મળવા માંડે છે.

મીઠાના પાણીથી પોતું મારવું

ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ચપટી મીઠું ઉમેરી દો. હવે આ પાણીથી આખા ઘરમાં પોતું ફેરવો. આમ કરવાથી નકારાત્કમ શક્તિઓનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

શિવલિંગ પર જળાભિષેક

દરરોજ શિવલિંગ પર જળ ચડાવવાથી પણ જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ સાથે જ ભગવાન શંકર તમને તમામ સંકટોથી દૂર રાખે છે.

જળથી ભરેલો કળશ રાખવો

ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં જળથી ભરેલો કળશ રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધવા લાગે છે.આ સાથે જ ઘરમાં શાંતિ સ્થપાય છે.

ચંદ્રને જળ અર્પણ

પૂનમના દિવસે ચંદ્રને દૂધ મિશ્રિત જળ ચડાવવું જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળશે અને તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

રસ્તો ઓળંગ વખતે વારંવાર બિલાડી આડી ઉતરે તો શું થાય?