વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક વસ્તુઓ એવી હોય છે કે જેની કિંમત ચૂકવ્યા વગર જો તમે ઘરમાં લઇ આવો તો તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મીઠાનો સંબંધ શનિદેવ સાથે છે. મફતમાં મીઠુ લાવવાથી આર્થિક સમસ્યાઓ પેદા થાય છે. મીઠાને બદલે તમે કોઈ વસ્તુની આપ-લે કરી શકો છો.
કોઈ અન્ય વ્યક્તિનો રુમાલ ક્યારેય ઉપયોગમાં ન લેવો જોઈએ. તે રુમાલનો કોઈ પણ માલિક ન હોય તેમ છતા તેનો પ્રયોગ ન કરવો જોઇએ.
કોઈ પણ વ્યક્તિએ બિનવારસી લોખંડને ઘરે લાવવું ન જોઈએ. લોખંડનો સંબંધ શનિદેવ સાથે છે.
વ્યક્તિને મફતમાં કે બિનવારસી સોઈનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આવું કરવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં પારિવારિક સંબંધોમાં પણ કલેશ ઉત્પન્ન થાય છે.