Vastu Tips: ઘરમાં પૈસો ટકી રહે તે માટે વાસ્તુના આ નિયમોનું આજથી જ પાલન કરો


By Sanket M Parekh15, Sep 2024 04:10 PMgujaratijagran.com

ઘરમાં પૈસા રાખવા

અનેક લોકો ઘરમાં ગમે ત્યાં પૈસા રાખી દેતા હોય છે. જો કે તમારે આમ કરવાથી બચવું જોઈએ. તો ચાલો ઘરમાં પૈસા ક્યાં રાખવા જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર

ઘરમાં કોઈ પણ વસ્તુને રાખતા સમયે વાસ્તુના નિયમોનું પાલન કરવું જ જોઈએ. જો તમે વાસ્તુના નિયમોનું પાલન નહીં કરો તો વાસ્તુ દોષનો સામનો કરવો પડી શકે છે.

ક્યાં પૈસા ના રાખવા જોઈએ

ઘરમાં અનેક જગ્યાઓ એવી છે, જ્યાં પૈસા રાખવાથી બચવું જોઈએ. આવી જગ્યાએ પૈસા રાખવાથી ખિસ્સા ખાલી થઈ જતાં વાર નહીં લાગે.

પશ્ચિમ દિશામાં ના રાખો પૈસા

વાસ્તુના નિયમો મુજબ, ઘરની ઉત્તર દિશામાં પૈસા રાખવાથી બચવું જોઈએ. આ દિશામાં પૈસા રાખવાથી ધનની કમી થવા લાગે છે.

મંદિરમાં પૈસા ના રાખશો

ઘણાં લોકો મંદિરમાં પૈસા રાખી દેતા હોય છે. આમ કરવાથી બચવું જોઈએ. જો તમે મંદિરમાં પૈસા રાખો છો, તો તમારે નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી શકે છે.

આર્થિક તંગીનો સામનો કરવો

ઘરમાં એવી કેટલીક જગ્યાએ પૈસા રાખવાની વાસ્તુમાં મનાઈ ફરમાવવામાં આવી છે. આમ કરવાથી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

વેપારમાં નુકસાન

ઘરના મંદિર અથવા પશ્ચિમ દિશામાં પૈસા રાખવાથી વેપારમાં પણ નુકસાન થાય છે. આ ઉપરાંત વ્યક્તિની પ્રગતિ અટકીને અધોગતિ થવા લાગે છે.

આ દિશામાં પૈસા રાખો

વાસ્તુ અનુસાર, ઘરની ઉત્તર દિશામાં પૈસા રાખવા શુભ માનવામાં આવે છે. આ દિશા કુબેર દેવની દિશા હોય છે. આ દિશામાં પૈસા રાખવાથી બરકત આવે છે.

Radha Ashtami: આજે છે રાધા અષ્ટમી, જાણો પૂજાનો સમય અને મંત્ર