ઉનાળામાં નવું માટલું લાવી રહ્યા છો, જાણી લો શું ધ્યાનમાં રાખશો
By Pandya Akshatkumar
2023-05-02, 15:57 IST
gujaratijagran.com
માટીનું માટલું
માટીના માટલાને શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. માટલામાં પાણી પીવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.
વાસ્તુશાસ્ત્ર
હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘડાને લઈને કેટલાક નિયમો કહેવામાં આવ્યાં છે. આવો જાણીએ તે નિયમો વિશે.
છોડમાં પાણી અર્પણ કરો
ઘરમાં નવું માટલું લાવ્યા પછી તેમાં થોડું પાણી ભરી છોડને અર્પણ કરવું જોઈએ.
શનિની શુભતા
માન્યતા અનુસાર માટલામાં પાણી ભરવાથી શનિની શુભતા પ્રાપ્ત થાય છે અને શનિદોષ પણ શાંત રહે છે.
ખાલી ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર માટલાને કદી પણ ખાલી ન રાખો, તે અશુભતાનું પ્રતિક છે.
યોગ્ય દિશા
વાસ્તુશાસ્ત્રમાં યોગ્ય દિશાનું ખૂબ મહત્વ છે, ઘડાને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ કેમકે તે દિશામાં દેવતાઓનો વાસ રહેલો હોય છે.
કિમ કાર્દેશિયન સહિત Met Galaમાં આ સેલેબ્સ છવાયા
Explore More