ઘરની દક્ષિણ દિશામાં ન રાખો આ સામાન નહિતર થશે આર્થિક નુકસાન


By Rakesh Shukla15, Dec 2022 10:05 AMgujaratijagran.com

ઘરના સામાનને વાસ્તુ પ્રમાણે ન રાખવામાં આવે તો આર્થિક નુકસાન થઇ શકે છે. તેમજ ઘરમાં કંકાશ પણ વધી શકે છે. ખાસ કરીને જ્યારે વાત ઘરની દક્ષિણ દિશાની હોય ત્યારે તમામ વસ્તુ સમજી વિચારીને રાખવી જોઇએ. અમારા ન્યુમેરોલોજિસ્ટ, વાસ્તુ એક્સપર્ટ અને ટેરો કાર્ડ રિડર, મધુ કોટિયા પાસેથી જાણીએ ઘરની દક્ષિણ દિશામાં કયો સામાન ન રાખવો જોઇએ.&

ઘરનું મંદિર દક્ષિણ દિશામાં હોય તો આર્થિક સ્થિતિ ખરાબ રહે છે. આ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે.&

દક્ષિણ દિશામાં સ્ટોર રૂમ ક્યારેય ન બનાવવો જોઇએ. સ્ટોર રૂમ આ દિશામાં હોય તો પિતૃઓનું અપમાન થાય છે.&

દક્ષિણ દિશામાં જૂતા-ચપ્પલ ન રાખવા જોઇએ. આ દિશામાં આવી વસ્તુઓ રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ઘરના વિનાશનું કારણ બની શકે છે.&

ઘરની દક્ષિણ દિશામાં કિચન અથવા ગેસ સ્ટવથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે. આ દિશામાં ખાવાનું બનાવવાથી હેલ્થ પ્રોબ્લેમ થઇ શકે છે.

દક્ષિણ દિશામાં અગ્નિ તત્વ હોય છે. બાથરૂમમાં પાણી વહે છે જે અગ્નિ તત્વ સમાપ્ત કરવાનું કારણ હોય છે. તેનાથી ઘરનો વિનાશ થાય છે.

ઘરની દક્ષિણ દિશામાં બેડરૂમ હોય તો ઉંઘ આવવામાં સમસ્યા થાય છે. સાથેજ બીમારીઓ આવે છે. તેથી આ પિતૃ દોષનું કારણ બની શકે છે.&

દક્ષિણ દિશામાં મશીનરી રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીને રોકવાનું કામ કરે છે અને ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે.&

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ 15 ડિસેમ્બર