વાસ્તુ શાસ્ત્રનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. વાસ્તુના નિયમોને જો સાચા માનીએ તો, ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે
અવારનવાર રોટલી બનાવતા સમયે નાની-મોટી ભૂલો કરીએ છીએ, જેની નકારાત્મક અસર પડે છે. તો ચાલો જાણીએ રોટલી બનાવતી વખતે વાસ્તુના નિયમો
વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ, રોટલી બનાવતી વખતે ભૂલથી પણ ગણતરી ના કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.
વાસ્તુ મુજબ, ઘરમાં જેટલા સભ્યો છે તેમની જરૂરિયાત કરતાં ઓછામાં ઓછી 4-5 રોટલી વધારે બનાવવી જોઈએ.
વાસ્તુ મુજબ, 2 રોટલી મહેમાનો માટે બનાવવી જોઈએ, કારણ કે મહેમાન ભગવાનનું રૂપ હોય છે
વાસ્તુ અનુસાર, કાયમ પહેલી રોટલી ગાય અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. માન્યતા મુજબ, તેને શુભ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાંધેલા વાસી લોટથી રોટલી ના બનાવવી જોઈએ. આવી રોટલીથી ઘરમાં કકળાટ થાય છે.