ક્યારથી શરૂ થાય છે વેલેન્ટાઈન વીક ? જુઓ લિસ્ટ


By Kajal Chauhan05, Feb 2025 05:10 PMgujaratijagran.com

7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન વીક

વેલેન્ટાઇન વીક દર વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થાય છે, જે 14 ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. આ અઠવાડિયાને રોમાંસનો વીક પણ કહેવામાં આવે છે. ત્યારે જાણો વેલેન્ટાઇન ડે વીકમાં કયા દિવસો આવે છે.

7 ફેબ્રુઆરી – રોઝ ડે

આ દિવસે લોકો ગુલાબ આપીને એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણીઓ વ્યક્ત કરે છે.

8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે

આ દિવસે ઘણા લોકો પોતાના પ્રેમી/પ્રેમિકાને પ્રપોઝ કરે છે અથવા પોતાના લાગણીઓ વ્યક્ત કરે છે.

9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે

આ દિવસે લોકો એકબીજાને ચોકલેટ આપીને તેમના સંબંધમાં મીઠાસ ઉમેરે છે.

10 ફેબ્રુઆરી – ટેડી ડે

લોકો ટેડી બેર ભેટમાં આપીને એકબીજાની ખુશીઓને વધારવાનો પ્રયાસ કરે છે.

11 ફેબ્રુઆરી – પ્રોમિસ ડે

આ દિવસે કપલ્સ એકબીજાને જીવનભર સાથે રહેવા અને પ્રેમ નિભાવવાના વચન આપે છે.

12 ફેબ્રુઆરી – હગ ડે

લોકો એકબીજાને ગળે લગાવીને પ્રેમ, ભરોસો અને લાગણીઓ વ્યક્ત કરે છે.

13 ફેબ્રુઆરી – કિસ ડે

આ દિવસે કપલ્સ પ્રેમભર્યું ચુંબન આપી પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.

14 ફેબ્રુઆરી– વેલેન્ટાઇન ડે

વેલેન્ટાઇન વીકનો સૌથી મહત્વનો દિવસ, જ્યાં લોકો પોતાના પ્રેમ અને સાથે રહેવાની ઇચ્છાને ખાસ રીતે ઉજવે છે.

Coconut Water For Hair: નારિયેળ પાણી લગાવીને મેળવો લાંબા વાળ, આ રીતે કરો ઉપયોગ