બંધ નાક ખોલવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય


By hariom sharma23, Mar 2023 06:22 PMgujaratijagran.com

લસણનો ઉપયોગ કરો

નાક બંધ હોવાની સમસ્યામાં લસણનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. લસણની 3-4 કળીને પાણીમાં સારી રીતે ઉકાળો અને તેમાં હળદર અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવો. આ ખૂબ જ ફાયદાકારક હોય છે.

સરસવ તેલનો ઉપયોગ

સરદી-ખાંસીના કારણે નાક બંધ થવા પર સરસવ તેલ એક સારો વિકલ્પ છે. નાક બંધ થવા પર સરસવ તેલનું એક ટીપું આંગળી પર લો અને તેને ઝડપથી સુંઘી લો, જેનાથી નાકના પોર્સ ખુલી જશે અને તેમને જલદી આરામ મળશે.

અજમાનો ઉપયોગ કરો

નાક બંધ થવા પર અજમાને તવા પર શેકી લો અને પોટલીમાં બાંધીને સુંઘવાથી નાકની નળીઓ ખુલી જશે. બંધ નાક ખોલવા માટે આ એક સરળ ઉપાય છે.

નાસ લો

બંધ નાકની સમસ્યા સૌથી ફાયદાકરાક છે નાસ લેવાનું. નાક બંધ થવા પર ગરમ પાણીનો નાસ લો અને થોડી વાર અનુલોમ-વિલોમ કરો, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

સૂપનું સેવન કરો

નાક બંધ થવાની સમસ્યા ફ્લૂ અથવા વાયરલના કારણે થાય છે, આમાં સૂપ અને ગરમ વસ્તુઓનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. સૂપના સેવનથી ગળામાં ખરાસ અને નાક બંધની સમસ્યા ધીમે ધીમે ખતમ થઇ જાય છે.

આદુંનું સેવન

નાક બંધ થવાની સમસ્યામાં આદુંનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. આદુંમાં કેટલાક ગુણકારી પોષકતત્ત્વ રહેલા હોય છે, જે બંધ નાક, ગળામાં ખરાસ અને માથાનાં દુખાવાની સમસ્યામાં આરામ આપે છે. આદું શેકીને ખાવો અથવા ત

ગરમ પાણીમાં ઇલાયચી ઉકાળીને પીવાના ફાયદા