પેશાબમાં બળતરા થવાનું કારણ


By Hariom Sharma01, Aug 2023 09:57 PMgujaratijagran.com

ઘણાં લોકોને પેશાબ કરતાં સમયે દુખાવો અથવા તો બળતરા થાય છે. આને મેડિકલ ભાષામાં ડિસયૂરિયા કહેવાય છે. એવામાં પેશાબમાં બળતરા થવા પાછળ આ કારણો સામેલ હોય છે.

યુટીઆઇ

યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનને ટૂંકમાં યુટીઆઇ કહેવાય છે. યુટીઆઇના કારણે પણ પેશાબમાં બળતરા અને દુખાવીની સમસ્યા થઇ શકે છે. જે પુરુષ કરતાં મહિલાઓને આ સમસ્યા વધુ જોવા મળે છે.

પાણીની ઉણપ

પાણીની મદદથી શરીરમાં પેશાબના રૂપે ગંદકી બહાર નીકળે છે. ક્યારેક શરીરમાં પાણીનું લેવલ ઓછું હોવાના કારણે પેશાબમાં બળતરા થાય છે. આ સમસ્યાથી બચવા માટે વધુમાં વધુ પાણી પીવો.

એસટીઆઇ

એસટીઆઇ એટલે સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસિજને કારણે પણ પેશાબ કરતાં સમયે બળતરા અને દુખાવો થાય છે. જો આ દુખાવો વધુ સમય સુધી રહે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

PH બગડા પર

પ્રાઇવેટ પાર્ટનો પીએચ લેવલ બગડવાને કારણે પણ પેશાબમાં બળતરા અને દુખાવાની સમસ્યા થઇ શકે છે. આ કારણથી પ્રાઇવેટ પાર્ટને સાફ કરતાં સમયે સુગંધ ધરાવતી અથવા તો કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ ના કરવો.

કેન્સર

મહિલા અને પુરુષોના પ્રાઇવેટ પાર્ટમાં કેન્સર થવા પર પણ આ સમસ્યા થઇ શકે છે. જો પેશાબમાં વારંવાર બળતરા થતી હોય તો તેને અવગણવી નહીં અને ડોક્ટરનો સંપર્ક કરવો.

સવારે ખાલી પેટ ઓટ્સનું પાણી પીવાના ફાયદા