મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે દર વર્ષે લાખો લોકો ઉજ્જૈન જાય છે. આજે મહાકાલેશ્વર અને કાળ ભૈરવ મંદિરના રહસ્યો જાણીએ.
કાલ ભૈરવ મંદિર ભારત જ નહીં દુનિયાનું સૌથી પહેલું મંદિર છે જ્યાં ભગવાનને દારુ ધરાવવામાં આવે છે. મંદિરની આજૂબાજૂ દારુની દુકાનો આવેલી છે.
મહાકાલમાં ભસ્મ આરતી થાય છે અને કહેવામાં આવે છે કે અહીં જે ચિતા પહેલી બળે છે તેની રાખ લાવીને પૂજા આરતી કરવામાં આવે છે. તેવી માન્યતા છે કે તેનો સંબંધ મૃત્યુથી છે.
કાળનો સંબંધ મૃત્યુ સાથે થાય છે. મહાકાલનું શિવલિંગ ત્યારે પ્રગટ થયું હતું જ્યારે એક રાક્ષસનું વધ થવાનું હતું. ભગવાન રાક્ષસનો કાળ બનીને આવ્યા હતા.તેથી તેમને મહાકાલ કહેવામાં આવ્યાં.
મહાકાલના શહેરમાં કોઈ રાજા કે મંત્રી રાત્રી રોકાણ કરી શકતા નથી. અને જો રોકાય તો તેમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે.