લતા માત્ર 13 વર્ષની હતી, ત્યારે તેના પિતાનું અવસાન થઈ ગયું હતુ. જેના કારણે લતા મંગેશકરને પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હતો
એક ઈન્ટર્વ્યૂમાં લતા મંગેશકરે જણાવ્યું હતું કે, ભાઈ-બહેનો અને ઘરની જવાબદારીના કારણે તેઓ લગ્ન નથી કરી શક્યા
તેમના પિતા દીનાનાથ અને માતા સેવંતિએ તેમનું નામ 'હેમા' રાખ્યું હતુ.
લતા દીદીને ગાવા ઉપરાંત ફોટો ક્લિક કરવાનો ખૂબ જ શોખ હતો.
લતાજીને પ્રથમ ઑફર ગીત ગાવા માટે નહીં, પરંતુ એક નાટકમાં એક્ટિંગ માટે મળી હતી.
લતાજી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ મહિલા હતી, જેમણે ભારત રત્ન અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.