પૃથ્વી પર અનેક પ્રકારના જીવો અને પ્રાણીઓ છે. જેમાના કેટકાલ પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને ઓળખ માટે જાણીતા છે.
શું તમે જાણો છો કે, કયો પ્રાણી પાણીમાં રહે છે પણ ક્યારેય પાણી પીતો નથી? ચાલો તમને જણાવીએ.
દેડકા એક એવો જીવ છે, જે પાણીમાં રહીને પણ ક્યારેય પાણી પીતો નથી.
દેડકા તેમની ત્વચા દ્વારા પાણી શોષી લે છે, આ પ્રક્રિયાને ઓસ્મોસિસ કહેવાય છે.
દેડકાની ચામડી પારગમ્ય હોય છે, એટલે કે પાણી અને અન્ય પ્રવાહી તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે.
દેડકા પોતાની ત્વચા દ્વારા પાણી શોષી લે છે, તેથી તેમને પાણી પીવાની જરૂર નથી.
જે રીતે દેડકા પાણી શોષી લે છે, તેવી જ રીતે છોડ અને વૃક્ષો પણ તેમના મૂળ દ્વારા પાણી શોષી લે છે.
એટલા માટે દેડકા પાણીમાં રહે છે છતાં ક્યારેય પાણી પીતો નથી, પરંતુ તેની ત્વચા દ્વારા પાણી શોષી લે છે.