Tulsi Types: તુલસીના અનેક પ્રકાર, જાણો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ તુલસીને શ્રે


By Smith Taral08, Aug 2024 02:53 PMgujaratijagran.com

હિંદુ ધર્મમમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. ઘરમા તુલસી વાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, અને ઘરની આર્થિક રીતે સમદ્ધ બને છે. પરંતુ તમે જાણો છો તુલસી માત્ર એક પ્રકારની નથી હોતી, તુલસીમા પણ ઘણા પ્રકાર જોવા મળે છે. આવો જાણીએ કયા પ્રકારની તુલસી તમારે ઘરમાં વાવવી જોઈએ

શ્વેત તુલસી

પાંચ પ્રકારની તુલસીમાંથી એક શ્વેત તુલસી જેને વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તુલસીના ફૂલ સફેદ રંગના હોય છે જેથી તેને શ્વેત તુલસી પણ કહેવાય છે

રામ તુલસી

આ તુલસીના પાન લીલા રંગના હોય છે, અને તે સ્વાદમા પણ મીઠા લાગે છે. આ તુલસીને ઘરમા લગાવવી શુભ માનવામાં આવે છે

વન તુલસી

આને જંગલી તુલસી પણ કહેવાય છે, આ તુલસીના ફૂલો સફેદ, ગુલાબી અને જાંબલી રંગના પણ હોય છે. જ્યોતિષમાં આ તુલસીને ઘરમાં લગાવા પર મનાઈ ફરમાવામાં આવી છે

શ્યામ તુલસી

ઘેરા જાંબલી રંગના પાંદડાના કારણે આ શ્યામ તુલસીના નામથી ઓળખાય છે. આ ભગવાન કૃષ્ણને પણ ખૂૂબ પ્રીય છે

લીંબુ તુલસી

આના પાન લીંબુના પાન આકારના હોવાથી તેને લીંબુ તુલસી કહેવામાં આવે છે. આ તુલસીમાં વિટામિન સી રહેલું હોય છે

હિંદુ ધર્મ

રામ તુલસી અને શ્યામ તુલસીને સનાતન ધર્મમાં મહત્વ આપવામાં આવ્યું છે, જોકે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રામ તુલસીને ઘરમાં વાવવામાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કેવી રીતે કરવી? જાણો