જુના દુપટ્ટાને ફેકશો નહીં આ રીતે ક્રીએટીવલી યુઝ કરો


By Smith Taral23, Jan 2024 03:17 PMgujaratijagran.com

મહિલાઓ પાસે ઘણા પ્રકારના કપડાનું કલેકશન હોય છે. જેમા દૂપટ્ટાનો પણ સમાવેશ થાય છે. ઘણી વાર સુટ કે ડ્રેસ ખરાબ થઈ જાય છે પણ તેનો દૂપટ્ટો સારો રહી જાય છે. આને ફેંકવાની જગ્યાએ તમે તેનો કલાત્મક રીતે ઉપયોગમા લઈ શકો છો.

જાલર બનાવો

જૂના રંગ-બેરંગી દુપટ્ટાથી તમે સોફા કે બારીઓ માટે જાલર બનાવી શકો છો. આ તમારા ઘરના લુકને વધારે સારો બનાવી દેશે.

પડદા બનાવો

દુપટ્ટાની મદદથી તમે સરસ પડદા પણ બનાવી શકો છો. બારી અને રોશનદાનીના મલ્ટી કલર પડદા ઘણા સુંદર દેખાઈ શકે છે.

તકીયાના કવર

જુના બનારસી દુપટ્ટાથી તમે તકીયાના કવર પણ બનાવી શકો છો. આ સિવાય તમે સિલ્કના દુપટ્ટાનો પણ યુઝ કરી શકો છો.

You may also like

લેધર જેકેટને આ રીતે કરો સાફ તેની ચમક બની રહેશે

Keerthy Sureshના રોયલ સાડી લુક્સ

ડોરમેટ બનાવો

જુના દુપટ્ટાથી તમે સુંદર ડોરમેટ પણ બનાવી શકો છો, ઘણા રંગોના દુપટ્ટાની એકબીજા સાથે જોડીને સુંદર ડોરમેટ બનાવી શકાય છે.

ઘરને સજાઓ

જુના દુપટ્ટાથી તમે ઘરને સુંદર રીતે સજાવી શકો છો. બર્થડે પાર્ટી કે વેંડીગ ફંક્શનમા પણ તમે આ દુપટ્ટાનો ઉપયોગ કરી શકાય છે.

બોટલ કવર

જૂની કાચની બોટલ માટે તમે દુપટ્ટાથી સુંદર કવર બનાવી શકો છો. આ સિવાય તમે ઘરમા રહેલા છોડના કુંડાને પણ સજાવી શકો છો.

સ્ટોરી પસંદ આવી હોય તો શેર જરૂર કરો, અને આવીજ રસપ્રદ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

પાણીની બોટલ સાફ કરવાની કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ