આ સ્થાન પર થયા હતા ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ


By Kisankumar Sureshkumar Prajapati18, Jul 2023 02:30 PMgujaratijagran.com

વિવાહ

ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ વિશે દરેક લોકોને ખબર છે. ત્યારે અમે તમને તેમના લગ્ન સ્થળ વિશે જણાવીએ.

અહીં થયા હતા લગ્ન

એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ત્રિયુગીનારાયણ ગામમાં ગંગા અને મંદાકિની સોનના સંગમ પર થયા હતાં.

અખંડ અગ્ની

કહેવામાં આવે છે કે, ત્રિયુગીનારાયણ મંદિરમાં ઘણી સદીઓથી અખંડ અગ્ની પ્રજ્વલિત છે. ભોળાનાથ અને પાર્વતીએ લગ્નના સાત ફેરા અખંડ અગ્નિમાં ભગવાન નારાયણને સાક્ષીએ લીધા હતા.

મંદિરના કપાટ

ઘણાં વર્ષઓથી અહીં હજારની સંખ્યામાં ભક્તો ભગવાન નારાયણ અને અખંડ અગ્નિના દર્શન કરવા માટે આવે છે. આખું વર્ષ કપાટ ખૂલ્યા રહે છે.

સોનપ્રયાગથી 11 કિમી દૂર

ભગવાન શિવ અને માતા પાર્વતીનું આ લગ્ન સ્થળ ત્રિયુગીનારાયણ મંદિર કેદારનાથ ધામ યાત્રા પડાવ સોનપ્રયાગથી 11 કિમી દૂર આવેલું છે.

ખુશીની કામના

અહીં દરરોજ હજારોની સંખઅયામાં ભક્તો આવીને અખંડ અગ્નિના દર્શન કરી પુણ્ય અર્જિત કરે છે. આ સાથએ જ લોકો ભગવાન નારાયણને પોતાના પરિવારની ખુશી માટે કામના કરે છે.

વેડિંગ ડેસ્ટિનેશન

શિવજી અને મા પાર્વતીનું આ વિવાહ સ્થળ ખૂબ જ જાણિતું છે. અહીં દર વર્ષે હજારો યુવક-યુવતીઓના લગ્ન થાય છે.

અગ્નિકુંડની રખ્યા

ઘણાં લોકો અહીંના અગ્નિ કુંડની રખ્યા પણ ઘરે લઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, આ રખ્યા હંમેશા સાથે રાખવાથી લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી.

18 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 18, 2023