વરસાદી ઋતુમાં મસાલેદાર ચા પીવાના જબરદસ્ત ફાયદા વિશે નથી ખબર! જાણી લો


By Vanraj Dabhi31, Aug 2024 12:04 PMgujaratijagran.com

મસાલેદાર ચા

ઘણા લોકો ચા પીવાના શોખીન હોય છે. તેથી હવામાનને ધ્યાનમાં રાખીને ચાની ચૂસકી લેવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ચાલો જાણીએ મસાલા ચા વિશે.

શરદી અને ઉધરસ

મસાલેદાર ચા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કારણ કે તેમાં ઉપયોગમાં લેવાતા મસાલા વાયરલ રોગો સામે રક્ષણ આપે છે.

હૃદય માટે ફાયદાકારક

આ ચામાં નાખવામાં આવતા કાળા મરીમાં પિપરિન નામનું સક્રિય એન્ટીઑકિસડન્ટ કોષોને ઓક્સિડેટીવ નુકસાન અટકાવે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પાચન શક્તિ વધારે

મસાલેદાર ચા સ્વાદુપિંડમાં ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, જે યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે.

પીરિયડનો દુખાવો

મસાલેદાર ચામાં આદુ અને તજ નાખવામાં આવે છે, જે હોર્મોનલ અસંતુલનને જાળવી રાખે છે, તેથી પીરિયડ્સમાં થતા દુખાવાથી રાહત મળે છે.

થાક દૂર કરે

મસાલેદાર ચામાં રહેલ તત્વ અને ટેનીન થાક દૂર કરીને શરીરને આરામ આપવામાં મદદ કરે છે.

સોજોથી રાહત

આદુ અને લવિંગમાં બળતરા વિરોધી ગુણ હોય છે,તેથી આ ચા પીવાથી દુખાવો અને સોજામાં રાહત મળે છે.

મર્યાદિત માત્રામાં પીવો

ખાસ ધ્યાન રાખો કે, આ મસાલા ચાનું વધુ પડતું સેવન કરવાથી એલર્જી, હાર્ટબર્ન, એસિડિટી, અલ્સર અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવા સ્વાસ્થ્ય સંબંધિત અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખાલી પેટે 1 વાટકી દહીં ખાવાથી અઢળક ફાયદા થાય છે