ઉનાળાના વેકેશનમાં જૂનાગઢમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો


By Vanraj Dabhi29, Mar 2025 04:22 PMgujaratijagran.com

જૂનાગઢના ટુરિસ્ટ પ્લેસ

ઉનાળાના વેકેશન દરમિયાન ઘણા લોકો ફરવા માટે આવતા હોય છે, આજે અમે તમને જૂનાગઢ કેટલાક જોવાલાયક સ્થળો વિશે જણાવીશું.

ગીરનાર પર્વત

દરેક હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે, આ પર્વત તમને તેત્રીસ કરોડ દેવી દેવતાના દર્શનની અનુભૂતિ કરાવવાની સાથે તેનો અદ્ભુત નજારો જોવાલાયક છે.

મહોબત મકબરા

જુનાગઢ શહેરમાં 18મી સદીમાં ચિતાખાના ચોક નજીક બનાવવામાં આવેલ આ મકબરો નવાબ મહાબતખાન દ્વિતીય અને તેમના મંત્રી બહાઉદ્દીન હુસૈનને સમર્પિત છે.

દામોદર કુંડ

જુનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા આ કુંડ 257 ફૂટ લાંબુ, 50 ફૂટ પહોળો અને 5 ફૂટ ઊંડાઈ ધરાવે છે. જે હિંદુ માન્યતાઓ અનુસાર પવિત્ર તળાવ અને પ્રખ્યાત યાત્રાસ્થળ માનવામાં આવે છે.

વિલિંગ્ડન ડેમ

વિલિંગ્ડન ડેમ જુનાગઢ શહેરના પૂર્વ ભાગમાં દાતારની ટેકરીઓની તળેટીમાં અને કાળવો નદી પર બાંધવામાં આવેલો બંધ છે.

સાસણ ગીર

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્યને ગીરનું જંગલ અથવા સાસણ-ગીર તરીકે ઓળખાય છે.

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય

જુનાગઢમાં આશરે 198 હેક્ટરમાં ફેલાયેલ સંકબારબાગ ઝૂઓલોજિકલ ગાર્ડનને સકકરબાગ ઝૂ અથવા જૂનાગઢ ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે.

ઉનાળાના વેકેશનમાં મહેસાણામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો