પેટમાં અલ્સર એટલે કે પેટના છાલા દૂર કરવા માટે મેથીના દાણા ખૂબ જ કામ આવે છે. આ સમસ્યામાં તમે મેથીને પાણીમાં મિક્સ કરીને તેને ઉકાળીને પી શકો છો.
નાશપતિ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, સાથે જ અલ્સરને ઘટાડવામાં મદદ કરે છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે અલ્સરના લક્ષણોને ઓછા કરે છે.
એેલોવેરા પેટને લગતી સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે. આના સેવનથી ગેસ, અપચો, પેટ ફૂલવાની સાથે સાથે પેટના છાલા એટલે કે અલ્સરથી પણ રાહત અપાવે છે.
કોબીજનો જ્યૂસ પીવાથી અલ્સરમાં ઘટાડો થાય છે. આમા એન્ટિબાયોટિક્સની સાથે અન્ય પોષકતત્ત્વો પણ રહેલા હોય છે, જે ઈમ્યૂનિટીને વધારવાની સાથે સાથે પેટના અલ્સરને ઘટાડે છે.
પેટમાં અલ્સર થવા પર તમે કેળાનું સેવન કરી શકો છો. આમાં પેપ્ટિન હોય છે, જે પેટને લગતી અન્ય સમસ્યાઓનો ઘટાડો કરવાની સાથે અલ્સરની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.