ભારતના આ એરપોર્ટ છે સૌથી સુંદર અને અદ્ભૂત


By Smith Taral17, Jul 2024 01:38 PMgujaratijagran.com

ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી

ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી વિશ્વનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. નાણાકીય વર્ષ 2023-2024માં 7 કરોડથી પણ વધું મુસાફરોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટ વિશાળ હોવાથી સાથે ઘણું સુંદર પણ છે

છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ

આ ભારતનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ધ્વારા નાણાકીય વર્ષ 2018-2019માં 48.83 મિલિયન મુસાફરોના ટ્રાફિકનું સંચાલન કર્યું હતું

કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગ્લોર

4000 એકરમાં ફેલાયેલું આ એરપોર્ટ ઘણી બઘી એરલાઈન્સને સેવા આપે છે, આ એરપો્ર્ટનું ઈન્ટીરીઅર ઘણું જ સુંદર છે, આને ગાર્ડન એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કોલકાતા

ભારતનુ સૌથી જૂનું અને પાંચમું સૌથી વ્યસ્ત એરપોર્ટ 1641 એકરમાં ફેલાયેલું છે, આ એર ઈન્ડિયાના સેન્ટ્રલ સીટી તરીકે સેવા આપે છે.

શેખ ઉલ-આલમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, શ્રીનગર

આ એરપોર્ટ શ્રીનગર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન એર ફોર્સની માલિકી ધરાવે છે, આ પહેલા લશ્કરનું એરબેઝ રીતે કાર્યરત હતું

કુશોર બકુલા રીમ્પોચી એરપોર્ટ લેહ

કુશોર બકુલા રીમ્પોચી એરપોર્ટ લેહ પર હિમાલયના અદ્ભૂત દૃશ્યોનો નઝારો જોવા મળે છે. અહીં લેન્ડ કરતી વખતે તમને લેહના મનોહર દૃશ્યો જોવાની તક મળે છે

ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ચેન્નઈ

આ પહેલું એવું એરપોર્ટ છે જ્યા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ સાઈડ બાય સાઈડ છે. તે ભારતીય એરપોર્ટ ઓથોરિટી તરીકે સેવા આપે છે.

Psychological Tricks: તમારા જીવનને સિક્રેટ કેમ રાખવું જરૂરી છે?