સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જેના માટે સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. ઘણાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકાર બને છે, પરંતુ નિયમિત મેડિકલ ટેસ્ટથી ગંભીર બીમારીની જાણ વહેલા થવાથી તેની સમયસર સારવાર શક્ય બની શકે છે.
આજે અમે આપને એવા 5 મેડિકલ ટેસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દરેક વ્યક્તિએ વર્ષમાં એકવખત અચૂક કરાવવા જોઈએ. તો ચાલો આ બાબતે ડૉ. મિનાક્ષી પેટ્ટૂકોલા પાસેથી વિગતવાર માહિતી જાણીએ....
બ્લડસુગર ટેસ્ટ ડાયાબિટીશની તપાસ માટે કરવામાં આવે છે. આ રોગને નજરઅંદાજ કરવામાં આવે તો, હાર્ટ, કિડની અને આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જો તમને સતત તરસ લાગવી, થાક અનુભવવો તેમજ જલ્દી ઘા પર રૂઝ ના આવતી હોય, તો તમારે બ્લડસુગર ટેસ્ટ અચૂક કરાવવો જ રહ્યો.
કૉલેસ્ટ્રોલનું વધતુ લેવલ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આ ટેસ્ટ તમારા લોહીમાં લિપિટ પ્રોફાઈલની સ્થિતિની તપાસ કરે છે. જો તમારી વય 30 વર્ષથી વધુ હોય, તો તમારે આ ટેસ્ટ વર્ષમાં એકવખત અચૂક કરાવવો જ જોઈએ.
આ ટેસ્ટ લિવરની હેલ્થની તપાસ માટે કરવામાં આવે છે. જેનાથી લિવર સાથે સંકળાયેલી બીમારીની સમયસર જાણ થઈ શકે છે. જો તમે દારૂ પીતા હોવ અથવા તમારા ઘરમાં કોઈને લિવર સબંધિત સમસ્યા હોય, તો તમારે વર્ષમાં એક વખત આ ટેસ્ટ કરાવવો જ જોઈએ.
જો તમારા વજનમાં સતત વધ-ઘટ રહેતી હોય, થાક અને નબળાઈનો અનુભવ થતો હોય અથવા કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા લાગતી હોય, તો થાયરૉઈડ ટેસ્ટ કરાવવો જ જોઈએ. જો તમારા પરિવારમાં કોઈને થાયરૉઈડની સમસ્યા હોય, તો તમારે વર્ષમાં એકવખત અચૂક આ ટેસ્ટ કરાવવો જોઈએ.
હાઈ બ્લડ પ્રેશર હાર્ટ અને કિડનીના રોગનું મુખ્ય કારણ છે. જો તમને તણાવ, મોટાપો, સ્મોકિંગ કે હાઈ કૉલેસ્ટ્રોલની સમસ્યા રહેતી હોય, તો તમારે વર્ષમાં એકવખત બ્લડપ્રેશર ચેક કરાવવું જ જોઈએ.
ડૉ. મિનાક્ષી પેટ્ટુકુલાના જણાવ્યા મુજબ, ઉપરોક્ત ટેસ્ટ સિવાય તમે વિટામિન B12, વિટામિન D3, આયરન, કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ, HS CRP, ESR અને ECG જેવા ટેસ્ટ પણ કરાવી શકો છો.