વિકએન્ડમાં બહાર ફરવા જવાનું વિચારો છો અમદાવાદ નજીકના આ સ્થળોની સેર કરો


By Smith Taral29, Feb 2024 05:33 PMgujaratijagran.com

ગાંધીનગર

ગુજરાતની રાજધાની, ગાંધીનગર, એક શાંત શહેર છે એમાં તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હરિયાળી તેને ખાસ બનાવે છે. ગાંધીનગરમા તમે મહાત્માં મંદિર, ઈન્દ્રોડા પાર્ક અને અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ શકો છો

અડાલજ સ્ટેપવેલ

અમદાવાદથી થોડે દૂર અડાલજ એક ઐતિહાસિક સ્થળ છે, જે અડાલજની વાવ તરીકે જાણીતું છે અહીની જટિલ કોતરણી કોઈ અજાયબીથી કમ નથી.

મોઢેરા સુર્ય મંદિર

મહેસાણા જિલ્લામાં આવેલું, મોઢેરા સૂર્ય મંદિર એ પ્રાચીન ભારતીય સ્થાપત્યનું અદભૂત ઉદાહરણ છે. આ સ્થળની શાંતિ અને તેના ઐતિહાસિક મહત્વને કારણે તેની મુલાકાત તમારે લેવી જોઈએ.

વડોદરા

અહીં લક્ષ્મી વિલાસ પેલેસમાં કલાકૃતિઓ અને કલાકૃતિઓનો સુંદર સંગ્રહ છે. વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે

નળ સરોવર બર્ડ સેનક્ચૂરી

જો તમે પ્રકૃતિપ્રેમીઓ છો તો, નળ સરોવર પક્ષી અભયારણ્ય તમને ઘણું પસંદ આવશે, તે ગુજરાતનું સૌથી મોટું વેટલેન્ડ પક્ષી અભયારણ્ય છે અને અહીં પક્ષીઓની વિવિધ જાતિઓ જોવા મળે છે

પાટણ

પાટણ એક ઐતિહાસિક નગર છે. અહીં આવેલી રાણી ની વાવ ને યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઈટનમાં સમાવેશ કર્યો છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ અને સ્ટેપવેલ તેની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે.

રાણી નો હજીરો

અમદાવાદમાં હોવ તો જૂનુ અમદાવાદને એક્પલોર કરવાનું ભૂલશો નહીં ખાસ કરીને રાણીનો હજીરો. અહીંના બજાર ટ્રેડીશનલ્ ગુજરાતી આર્ટની કલાકૃતીઓને તમે ખરીદી શકો છો

સરખેજ રોઝા

અમદાવાદ થી થોડે દૂર સરખેજ રોઝા એઆર્કિટેક્ચરલ માસ્ટરપીસ છે જે ઇસ્લામિક અને હિન્દુ ડિઝાઇનને જોડીને બનાવવામા આવ્યું છે. અહી તમે મસ્જિદ, કબરો અને સ્ટેપવેલ વગેેરે જોઈ શકો છો.

માર્ચમાં ગુજરાતમાં ફરવા માટેના 7 શ્રેષ્ઠ સ્થળો