કચ્છમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આ માહિતી તમને ઉપયોગી થશે, કારણ કે આજે અમે તમને કચ્છના ફરવા લાયક ટોપ 10 સ્થળો વિશેની માહિતી અહીં શેર કરીશું.
કચ્છમાં ફરવા માટે ટોપ ટેનમાં પહેલું સ્થળ છે હેવન રોડ, અહીં તમને સ્વર્ગની અનુભૂતી થશે.
ટોપ 10 ફરવાના સ્થળોમાં બીજુ લોકેશન કચ્છનું સફેદ રણ છે, અહીં તમે પરિવાર મિત્રો સાથે આનંદ માણી શકો છો.
કુદરતી મહેર બાદ ભૌગોલિક રચના થકી જન્મેલી સુંદરતાને કારણે કચ્છડો બારે માસ બોલાય છે. એવા સૂકા મલકમાં આંખોને અકલ્પનીય તૃપ્તિ આપતું સ્થળ એટલે કડિયા ધ્રો, જે ભુજથી 35 કિલોમીટર દૂર આવેલ છે.
કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે 19મી સદીમાં આ મહેલ બંધાયેલો છે, કચ્છમાં ફરવા આવતા ટૂરિસ્ટો આ મહેલની મુલાકાત અચૂક લે છે.
કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે.
2001ના ગુજરાત ભૂકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન છે, આ મ્યુઝિયમમાં 7 અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે.
કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે. જેને માંડવી બીચ અથવા દરિયા કિનારા તરિકે ઓળખવામાં આવે છે.
મૂળ કચ્છી શબ્દ છતરડીનો અર્થ છત્રી થાય છે, આ સ્થળે કચ્છના રાજવી પરિવારની સમાધિ આવેલી હોવાથી રાજવી પરિવાર માટે પણ આ ગૌરવાન્તિત કરતું સ્થળ છે.
આ નદી ક્ચ્છ જિલ્લાના ચાડવા ડુંગરમાંથી નીકળે છે. ભુજ પાસે આ નદી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે.
આદિયોગી પ્રતિમા શિવ પારસ પાસે સ્થિત છે, અહીં શિવજીની વિશાળ પ્રતિમા છે, જે આ સ્થળની શોભા વધારે છે, અહીં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.