સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા બનાવવાની રીત


By Vanraj Dabhi14, Jan 2024 09:56 AMgujaratijagran.com

ટામેટાના ભજીયા

આપણે ઘણી પ્રકારના ભજીયા જોયા કે ખાધા હશે, પરંતુ આજે આપણે અલગ પ્રકારની રેસીપી બનાવીશું, જે ખાવામાં એકદમ ટેસ્ટી બનશે.

સામગ્રી

ટામેટાં,ચણાનો લોટ,કોથમીર,લીલા મરચા,લસણ,આદુ,અજમો,કાળું મીઠું,જીરું પાવડર,કસૂરી મેથી,સેવ,સ્વાદ પ્રમાણે મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ લીલા મરચા અને કોથમરીને મિક્સરમાં નાખીને ચટણી બનાવી લો.

સ્ટેપ- 2

ટમેટાને ધોઈને ગોળ અને પાતળી સાઈઝની પતીકા બનાવી લો.

સ્ટેપ- 3

હવે એક બાઉલમાં ચણાનો લોટ,અજમો,કસૂરી મેથી,મીઠું,હળદર,ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે તેમાં થોડુ થોડુ પાણી ઉમેરો પછી ઈનો અને એક ચમચો ગરમ તેલ ઉમેરીને મિક્સ કરી બેટર તૈયાર કરી લો.

સ્ટેપ- 5

હવે ટમેટાના પતીકા પર લીલી ચટણી લગાવીને બેટરમાં ડુબાડી દો.

સ્ટેપ- 6

હવે એક કડાઈમાં ગરમ તેલ કરીને તેને તળી લો.

સર્વ કરો

તૈયાર છે ટમેટાના ભજીયા તમે તેને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આલુ વડા રેસીપી : આ રીતે ઘરે ટ્રાય કરો બટાટા વડા