Dhanteras 2024: આજે ધનતેરસ, જાણો ખરીદી અને પૂજન વીધી માટેનો શુભ સમય


By Vanraj Dabhi29, Oct 2024 11:09 AMgujaratijagran.com

ધનતેરસ

પાંચ દિવસીય પ્રકાશના તહેવારનો પ્રથમ દિવસ એટલે ધનતેરસનો તહેવાર, જેને ધન ત્રયોદશી અને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરી દેવની ષોડશોપચાર પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

ખરીદવાની પરંપરા

ધનતેરસ પર સોના-ચાંદીથી બનેલા ઘરેણાં અને વાસણો ખરીદવાની પરંપરા છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી, કુબ્રે દેવ અને યમની પૂજા કરવાની પરંપરા છે.

ધનતેરસ 2024નો શુભ સમય

ત્રયોદશી તિથિનો પ્રારંભ 29 ઓક્ટોબર સવારે 10:31 કલાકથી 30 ઓક્ટોબર 2024 બપોરે 01:15 સુધીમાં ત્રયોદશી સમાપ્ત થશે.

ધનતેરસ પૂજાનો સમય

ધનતેરસની પૂજા કરવા માટે શ્રેષ્ઠ સમય સાંજે 06:30 થી 08:12 સુધીનો છે.

ખરીદીનો માટે સવારે શુભ સમય

ધનતેરસ પર સોના અને ચાંદીની ખરીદીનો શુભ સમય સવારે 06:31 થી બીજા દિવસે સવારે 10:31 સુધી.

ખરીદીનો માટે સાંજે શુભ સમય

ધનતેરસ પર સોના અને ચાંદીની ખરીદીનો શુભ સમય સાંજે 06:36 થી સાંજે 8:32 સુધી.

મહત્વ અને માન્યતા

એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર ખરીદી અને શુભ કાર્ય કરવાથી અનેક ગણું ફળ મળે છે.

વાંચતા રહો

એસ્ટ્રો સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dhanteras: ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો કેમ ન ખરીદવા જોઈએ? જાણો