તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં 'રોશન ભાભી'નું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રી ફરી ચર્ચામાં છે.
જેનિફર મિસ્ત્રી વાસ્તવિક જીવનમાં ઘણી સુંદર અને સ્ટાઇલિશ છે અને તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે
જેનિફર મિસ્ત્રી અકા 'રોશન ભાભી' ઈન્ડિયન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે. એવામાં તમે પણ એક્ટ્રેસના આ ડ્રેસને કોઈ ખાસ પ્રસંગે ટ્રાય કરી શકો છો.
જેનિફર પ્રિન્ટેડ કોટન સૂટમાં ખૂબ જ સુંદર લાગે છે. આવા સૂટ શ્રાવણ માસમાં અર્થાત વરસાદની ઋતુમાં પહેરીને તમે પણ સુંદર લાગી શકો છો
અભિનેત્રીને સાડી પહેરવાનો શોખ છે. જો તમે ઓફિસમાં સાડી પહેરીને પ્રભાવિત કરવા માંગો છો, તો આવી શિફોન સાડી પસંદ કરી શકો છો.
લગ્ન હોય કે ફેમિલી ફંક્શન, દરેક પ્રસંગે અભિનેત્રીનો આ શાઇની લહેંગો શ્રેષ્ઠ લાગશે. લહેંગાને ફૂલ સ્લીવ અથવા કટ સ્લીવ બ્લાઉઝ સાથે પહેરી શકાય છે.
રોશન ભાભી પાસે એકથી એક ચડિયાતા સૂટનું કલેક્શન છે. તમે આવા પ્લાઝો સૂટને ઓફિસ માટે પસંદ કરી શકો છો.
અનારકલી સૂટ દરેક ઉંમરની મહિલા પર સારો લાગે છે. તમે પણ આવા સૂટ તમારા વોર્ડરોબમાં સામેલ કરી શકો છો.