ઠંડીમા ચામડીનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી બની જાય છે. જો ઠંડીમા ચામડીનુ યોગ્ય ધ્યાન ન રાખવામા આવે તો ચામડી સંબધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઠંડીમા ચામડી સૂકાઈ જવી સામાન્ય વાત છે. ચલો જાણીએ ઠંડીમા ચામડી સંબધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે શુ કરવુ જોઈએ.
ઠંડીમા નાહતા પહેલા તમારે તમારી ચામડીને મોઈશ્ચરાઈઝ કરવી જોઈએ. આયુવેદ પ્રમાણે આવુ કરવાથી ઠંડીમા હોઠ અને હાથ ફાટશે નહીં.
ઠંડીમા શરીર પરનુ સુકાપણુ દૂર કરવા માટે તમે શરીર પર માલિસ કરી શકો છો. તે ઠંડીમા હોઠ અને હાથ ફાટવાની સમસ્યામા રાહત આપે છે.
સવાલ એવો થાય કે ઠંડીમા શરીર પર ક્યું તેલ લગાવવુ જોઈએ. આ માટે નાળિયેર તેલ તથા અન્ય તેલનો ઉપયોગ કરી શકો છો.
જો તમે નાહતા પહેલા શરીર પર મસાજ કરો છો તો શરીરમા લોહીંનુ પરિભ્રમણ સારી રીતે થાય છે. આ ઉપરાંત તેલની મસાજ કરવાથી શરીરના સ્નાયુઓને આરામ મળે છે.
મધ શરીર માટે ઘણુ ફાયદાકારક છે. આ સાથે તેને ઠંડીમા હોઠ પર લગાવવાથી હોઠ ફાટવાની સમસ્યામા રાહત મળે છે અને તેની કોમળતા જળવાય રહે છે.