જીભ પરનો ચેપ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર


By Vanraj Dabhi09, Mar 2024 04:33 PMgujaratijagran.com

ચેપી જીભ કેવી રીતે સાફ કરવી?

ખાદ્ય પદાર્થોના કારણે જીભ પર સફેદ ચેપ જામી જાય છે.ચેપગ્રસ્ત જીભ શરીરના આંતરિક રોગ થવાનું સુચન કરે છે.

સ્વચ્છતા ન રાખવી

જીભ પર સફેદ પડ દેખાવાનું મુખ્ય કારણ સ્વચ્છતાનું ધ્યાન ન રાખવું.આ સિવાય મોંમાં શુષ્કતા અને પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાને કારણે જીભ પર સફેદ પડ દેખાય છે.

ઘરેલું ઉપચાર

જીભ પર જામી ગયેલ ચેપને સાફ કરવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે.આનાથી સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે.

જીભ ક્લીનર

દરરોજ બ્રશ કરતી વખતે તમારી જીભ પરના બેક્ટેરિયા દૂર કરવા માટે જીભ ક્લીનરનો ઉપયોગ કરો.

ત્રિફળા

જીભ અને મોં સાફ કરવા માટે તમે ત્રિફળા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે ગરમ પાણીમાં ત્રિફળા ભેળવીને પીવો.

ગરમ પાણી પીવો

જીભ અને મોઢાના તમામ ભાગોને સાફ કરવા માટે પુષ્કળ પાણી પીવો.

વધારે મીઠાઈઓ ન ખાવ

જીભ પર ચેપ ન જામે તે માટે કેટલીક મીઠી વસ્તુઓ ન ખાવી જોઈએ.

વરિયાળી ખાવ

મોઢામાંથી ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે રોજ 1 ચમચી વરિયાળી ખાવ.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત આવા તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સફેદ વાળને કાળા કરવા માટે આ હેર માસ્ક ઘરે બનાવો