રાતે સારી ઊંઘ કેવી રીતે લાવી શકાય? જાણો


By Hariom Sharma30, Nov 2023 04:31 PMgujaratijagran.com

ઊંઘ

સ્વસ્થ શરીર માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે. ઊંઘની ઉણપથી શરીરમા સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ થઈ શકે છે.

ઊંઘની ફરિયાદ

ઘણા લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે. આ લોકોમા ઊંઘની ઉણપને કારણે ચિડિયાપણુ અને બીજી અન્ય સમસ્યાઓ જોવા મળે છે.

કરો આ ઉપાય

તમે રાતે સારી ઊંઘ લાવવા માટે તમે કેટલીક ટીપ્સને અનુસરી શકો છો. આ ટીપ્સ સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.

મેડિટેશન કરો

રાતે સૂતા પહેલા મેડિટેશન જરુર કરો. તેમા બોડીને આરામ મળે છે અને સારી ઊંઘ પણ આવે છે.

You may also like

સૂતા પહેલા બુક વાંચવી સારી વાત છે, જાણો કેમ?

ઠંડીમા રોજ એક મુઠ્ઠી પીસ્તા ખાવાથી થશે અનેક ફાયદા

ચા કોફીનુ સેવન ન કરો

રાતના સમયે ચા કોફીનુ સેવન કરવાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે. ચા અને કોફીમા કેફિન રહેલુ હોય છે જે ઊંઘમાં અવરોઘ પેદા કરે છે.

પાણી ઓછુ પીઓ

રાતે વધુ પાણી પીવાથી વારંવાર ટોઈલેટ જવાનુ થઈ શકે છે. જેનાથી ઊંઘ પ્રભાવિત થઈ શકે છે.

સમય પર સૂવો

રોજ એક સૂવાનો સમય નક્કી કરો. તેનાથી સવારે સમયસર ઉઠવામા પણ મદદ મળે છે. મોડી રાત સુધી જાગવાથી પણ ઊંઘની સમસ્યા થઈ શકે છે.

સ્ટ્રેચિંગ કરો

રાતે સૂતા પહેલા તમે થાડો સમય સ્ટ્રેચિંગ કરી શકો છો, તેનાથી ઊંઘ સારી આવે છે. તેનાથી શરીરમા ખેંચાણ આવે છે અને શરીરને આરામ મળે છે.

આદુ ખાવાના ફાયદા : શિયાળામાં આદુનું સેવન કરવાથી અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ