ચોમાસામાં કારની દુર્ગંધથી પરેશાન છો? તો કરો આ કામ


By Vanraj Dabhi31, Aug 2024 01:09 PMgujaratijagran.com

કારમાં દુર્ગંધ

ચોમાસામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આમાંની એક કારમાંથી આવતી વિચિત્ર દુર્ગંધ છે, જેને દૂર કરવાના કેટલાક ઉપાયો વિશે જાણીએ.

કારમાંથી કચરો સાફ કરો

ઘરે પહોંચીને હંમેશા કારની અંદરથી ફૂડ પેકેટ, કોફીના કપ વગેરે બહાર કાઢીને સાફ-સફાઈ કરો.

બેકિંગ સોડા

કારની અંદર દરેક જગ્યાએ બેકિંગ સોડાનો છાંટીને થોડા કલાકો પછી વેક્યુમ મશીન વડે કારને સાફ કરો.

કાર ચલાવતી વખતે આ કરો

જ્યારે આપણે ડ્રાઇવિંગ કરીએ ત્યારે કારની બારીઓ થોડીવાર ખુલ્લી રાખવી જેથી દુર્ગંધને બહાર નીકળી જાય.

પરફ્યુમ

કાર ચતાવતી વખતે કારનો ગેટ બંધ કરીને પરફ્યુમ અથવા તમારા ડિઓડરન્ટનો હવામાં સ્પ્રે કરો.

ધ્યાન રાખો

કારની સીટ અથવા ડેશબોર્ડ પર ક્યારેય પણ પરફ્યુમ છાંટવું જોઈએ નહીં. કારની બારી અને ગેટ બંધ રાખીને તેને હંમેશા હવામાં સ્પ્રે કરો.

રિસર્ક્યુલેટ બટનનો ઉપયોગ

કારમાં હવાનું રિસર્ક્યુલેટ કરવા માટે એક બટન હોય છે. જેથી કારની અંદર ફ્રેશ હવા આવે છે. જેનો ઉપયોગ કારમાં બેસીને કંઇક ખાતા હો કે પીતા હોવ ત્યારે ઉપયોગ કરી શકો છો.

કોફી બીન્સ

તમે કાર ફ્રેશનર તરીકે કોફી બીન્સનો ઉપયોગ કરી શકો છો. તેને એક નાની કાગળની બેગ કે જાળીદાર બેગમાં મૂકીને તેને કારમાં રાખો.

વાંચતા રહો

આ પદ્ધતિઓથી કારની ગંધ દૂર કરી શકાય છે. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કોલેજ ગર્લ્સે આ શ્વેતા તિવારી જેવા ટ્રેન્ડી ટોપ્સનો ટ્રાય કરવા જોઈએ